મનોરંજન

જેમની સાથે કામ કર્યું એ લોકો પણ ઓળખવાનો ઈન્કાર કર્યોઃ મૃણાલ ઠાકુર

મુંબઈ: બૉલીવૂડની બોલ્ડ અભિનેત્રી મૃણાલ તેના અવનવા નિવેદનોને ચર્ચામાં રહે છે. મૃણાલ ઠાકુરે તેની કારકિર્દીની શરૂઆત ટેલિવિઝનથી કરી હતી, પણ 31 વર્ષની ઉંમરે ટીવીમાંથી ફિલ્મોમાં આવવું મૃણાલ માટે ખૂબ જ મુશ્કેલભર્યું રહ્યું હોવાનો ખુલાસો કર્યો હતો.

મૃણાલ ઠાકુરે કહ્યું હતું કે હું કોઈની સાથે વ્યક્તિગત દ્વેષ રાખતી નથી. આજે મને એ પળો પણ યાદ છે, જ્યારે મને ઇગ્નોર કરવામાં આવતી હતી. મારી સાથે કામ કરનાર એક વ્યક્તિએ મને ઓળખી નહોતી અને મને માત્ર ‘હાય હેલો’ કહીને એ રીતે નીકળી જતા કે હું કોઈ ભૂત હોઉં. જોકે, મારું માનવું છે કે પોતાનો પરિચય ફરી એક વખત કરવાથી તમને ખરાબ અનુભવ થતો નથી અને તમારા કોઈ પૈસા પણ ખર્ચ નથી થતાં.

જો કોઈ આપણી અવગણના કરે છે તો તમે પોતે જઈને તમારો પરિચય કરાવો. મારી સાથે આવું કરનાર લોકો મારી સાથે કામ કરી ચૂક્યા હતા. મેં અનેક વખત પોતાના ઈગોને બાજુમાં રાખીને તેમની પાસે જઈને વાત કરી હતી. તેમ છતાં લોકોએ મને ઓળખી નહોતી. એવું મૃણાલે કહ્યું હતું.

મારી સાથે વારંવાર આવું થતાં હું તમને કહું છું કે હું મૃણાલ છું અને મે તમારી સાથે વેબ સિરીઝ, ટીવી કે ફિલ્મમાં કામ કર્યું છે. મારી સાથે આવું વર્તન કરનાર લોકોની હું પ્રશંસા કરું છું, કારણ કે હું આજે જે પણ છું તે તેમની મદદથી અને તેમનું નાનાથી નાનું યોગદાન મારી માટે સફળ રહ્યું છે, એવું મૃણાલે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button