મિસિસ યુવરાજ સિંહએ આ વસ્તુનું કર્યું દાન

અભિનેત્રી અને ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચે પોતાના વાળ કેન્સર સર્વાઇવર્સને ડોનેટ કરી દીધા છે. તેણે જણાવ્યું હતું કે વાળ કપાવીને કેન્સર સર્વાઇવર બાળકો માટેની વિગ બનાવવા માટે વાળ ડોનેટ કરી દીધા છે.
હેઝલ કીચે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના નવા લુકની ઝલકીઓ શેર કરી હતી. સાથેસાથે તેણે સ્પષ્ટ કર્યુ હતું કે, વાળ ખરવાની સમસ્યા વધી ગઇ હોવાથી તેણે વાળ ટૂંકા કરાવી નાખ્યા હતા. આ સાથે તેણે એક નોટ પણ લખી હતી કે, મેં નોંધ્યું હતું કે, માતા બનનારી મહિલાઆના શરૂઆતમા વાળ ખરવાની સમસ્યા વધી જતી હોય છે. તેથી તેઓ પોતાના વાળ ટૂંકા કરાવી નાખતી હોય છે. પહેલા તો મને આ વાત સમજ પડી નહોતી. પરંતુ મને પણ ગર્ભાવસ્થા પછી આ અનુભવ થયો હતો અને મેં પણ મારા લાંબા વાળ કપાવીને અડધોઅડધ ટૂંકા કરાવી નાખ્યા હતા.
વધુમા હેઝલે જણાવ્યું હતુ કે, વાળ કપાવતા પહેલા મેં મારા વાળ કેન્સર સર્વાઇવર બાળકોની વીગ માટે ડોનેટ કરવાનો નિર્ણય લઇ લીધો હતો. હાલ હું યૂકેમાં હોવાથી મેં માર વાળ એક ટ્રસ્ટને ડોનેટ કર્યા છે. જે કીમોથેરપીના કારણે વાળ ખરવાની સમસ્યાનો સામનો કરી રહેલા બાળકો માટે ડોનેટ કરાવેલા વાળનો ઉપયોગ વીગ બનાવવા માટે કરે છે.
હેઝલે વધુમાં ઉમેર્યું હતુ કે, મારા પતિ પણ ભૂતકાળમાં કેન્સરનો સામનો કરી ચુક્યા છે. તે દરમિયાન તેમને પણ કેમોથેરપીથી વાળ ખરવાનો ખરાબ અનુભવ થઇ ચુક્યો હતો. તેથી જ મેં મારા વાળને ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે.