મિસિસ મલ્હોત્રા બોલ્ડ બની સોશિયલ મીડિયા પર લગાવી આગ

મુંબઈઃ લગ્ન પછી કિયારા અડવાણીની લોકપ્રિયતામાં વધારો થયો છે, જેમાં સોશિયલ મીડિયા પર તેની સ્ટાઈલશ પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. કિયારા અડવાણીએ બોલીવુડના સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે આ વર્ષે જ લગ્ન કર્યા છે. તાજેતરમાં કિયારા અડવાણીએ ઓફ શોલ્ડર ડ્રેસ પહેરીને લોકોના દિલના ધબકારા વધારી નાખ્યા છે, જ્યારે તેના બોલ્ડ લૂકની પણ લોકો સૌથી વધુ પ્રશંસા કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પરના અગ્રણી પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક કરતા અનેક બોલ્ડ ફોટો પોસ્ટ કર્યા છે, જ્યારે તેના પર કેપ્શન પણ નથી. એક કલાક પહેલા જ પોસ્ટ કરેલા ફોટોગ્રાફ પર હજારો લોકો કમેન્ટ કરી ચૂક્યા છે, જેમાં ફાયર ઈમોજી મૂકીને લોકો તેની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

વાત જાણે એમ છે કે કિયારાએ અગ્રણી ફેશન મેગેઝિનના કવરપેજ માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ એકદમ બોલ્ડ છે, જે જોરદાર વાઈરલ થયા છે. શિમરી ગ્રીન કલરના ડ્રેસમાં સજ્જ કિયારાનો ડ્રેસ જોરદાર રિવલિંગ છે, જ્યારે આ ડ્રેસને પહેર્યા પછી લટકા મટકા મારીને ફોટોશૂટ કર્યું છે. કિયારાએ આ રિવલિંગ ડ્રેસ પહેરીને વીડિયો પણ શેર કર્યો છે, જે જોરદાર વાઈરલ થયો છે એને જોઈને લોકો જોરદાર કમેન્ટ કરીને તેની પ્રશંસા કરી રહ્યા છે.

કિયારાએ અગ્રણી મેગેઝિનના કવરપેજ માટે ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેની બોલ્ડ અદાની સાથે કિલર લૂક આપ્યો છે. કિયારાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે સત્યપ્રેમ કથા ફિલ્મમાં જોવા મળી હતી, જેમાં કિયારાના સાથે કાર્તિક આર્યન લીડ રોલમાં હતો. આ ફિલ્મમાં બંનેની જોડીને લોકોને વિશેષ પસંદ પડી હતી, જ્યારે ફિલ્મને લોકપ્રિયતા મળી હતી. આ વર્ષે સાતમી ફેબ્રુઆરીએ કિયારાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યાં હતા.
