મનોરંજન

માલદીવમાં આગ લગાવી મિસિસ ગ્રોવરે

માલદીવ: બોલીવૂડમાં અમુક અભિનેત્રીઓ લગ્ન પછી ઠરીઠામ થઈ ગઈ છે, પણ સોશ્યલ મીડિયા પર તેમની સ્ટાઇલને લઇ અચૂક ચર્ચામાં રહે છે. વાત કરી રહ્યા છીએ બોલિવુડની બ્લેક બ્યુટી તરીકે જાણીતી અને મિસિસ ગ્રોવર બિપાશા બાસુની. હાલમાં માલદીવમાં દીકરીના જનમદિવસની ઉજવણી કરી રહી છે. એની સાથે મોહક બોલ્ડ પોઝ આપીને લાઇમ લાઇટમાં આવી ગઈ છે.
અલબત્ત, દીકરીના જન્મદિવસના સેલિબ્રેશન સાથે બિપાશાએ માલદીવમાંથી સતત ફોટા શેર કરી રહી છે, જેમાં બિપાશા અને કરણ દીકરી દેવી સાથે જોવા મળી હતી. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને પોતાની દીકરીની સામે લિપ-લૉક કરતા જોવા મળી રહ્યા છેબિપાશા બાસુએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કરણ સિંહ ગ્રોવર અને બિપાશા પૂલમાં જોવા મળે છે. બિપાશાએ રેડ કલરની બિકિની પહેરી હતી, જે જોઈને લોકો દંગ રહી ગયા હતા. એટલું જ નહિ બિપાશાએ દીકરીને પોતાના ખોળામાં પકડી રાખી હતી અને બંને દીકરી સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.
બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જ્યારે તેના ચાહકોએ પણ પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે લખ્યું હતું સુંદર તો બીજા યુઝરે લખ્યું- વોટર બેબી. ત્રીજા યુઝરે લખ્યું હતું પરફેક્ટ ફેમિલી.
બિપાશા બાસુએ તેની પુત્રી દેવીના જન્મદિવસ પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ હતી. તેને આગળ લખ્યું હતું કે આ સમય અમારા જીવનની શ્રેષ્ઠ ક્ષણોમાંનો એક છે. દેવીનો પહેલો જન્મદિવસ અને દિવાળી એક જ દિવસે…આ અમારા માટે માતાના આશીર્વાદ છે. સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. તમારી બધી શુભેચ્છાઓ બદલ આભાર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button