
મુંબઈ: બોલીવુડ એક્ટર અને એક્ટર્સ પોતાના પ્રેમ સંબંધ લઈ અવારનવાર હેડલાઈન બનતા હોય છે ત્યારે જાણીતી અભિનેત્રી અત્યારે તેની લવલાફઈને લઈ ચર્ચામાં છે. અત્યારે એક નહીં, પરંતુ બબ્બે સેલિબ્રિટીઝ સાથે કનેક્શનને લઈ ચર્ચામાં છે, જેમાં એક ક્રિકેટર છે તો બીજો અભિનેતા. જાણીએ મૃણાલ કોને ડેટિંગ કરે છે અને શું સ્પષ્ટતા કરી છે.
આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે મૃણાલ છેલ્લા કેટલાક મહિનાથી ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરને ડેટ કરી રહી છે. આ તમામ અફવાઓ વચ્ચે મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર એકદમ મજેદાર અંદાજમાં પ્રતિક્રિયા આપી છે, જે દર્શાવે છે કે ડેટિંગની બાબતને કેટલી હળવાશથી લે છે.
મૃણાલ ઠાકુરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ક્યૂટ વીડિયો શેર કર્યો હતો, જેમાં તેની માતા તેને માથામાં માલિશ (હેડ મસાજ) કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં માતા-પુત્રી બંને કેમેરા તરફ જોઈને હસતા દેખાય છે.
આપણ વાચો: નામ લીધા વગર મૃણાલ ઠાકુરે અનુષ્કા શર્માને ટોણો માર્યો, બિપાશા બાદ બીજી હીરોઈન પર નિશાન
આ હળવા વીડિયો સાથે મૃણાલે કેપ્શનમાં લખ્યું હતું કે તેઓ વાતો કરે છે, અમે હસીએ છીએ. અફવાઓ મફતનું પીઆર છે અને મને ફ્રી વસ્તુઓ ગમે છે! જોકે તેણે કોઈ ચોક્કસ અફવાનો સીધો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ આ પોસ્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે પોતાની ડેટિંગની અટકળોને બિલકુલ ગંભીરતાથી લેતી નથી.

રેડિટની પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્રેયસ ઐયર અને મૃણાલ થોડા મહિનાઓથી ડેટિંગ કરી રહ્યા છે અને હજુ પણ બંને રિલેશનમાં છે. પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ આ બાબત જાહેર કરવા માંગતા નથી, કારણ કે ક્રિકેટ ચાહકો ઘણીવાર ખૂબ જ ઉગ્ર બની શકે છે.

શ્રેયસ ઐયર સાથેના ડેટિંગની ચર્ચા પહેલા મૃણાલનું નામ અભિનેતા ધનુષ સાથે પણ જોડવામાં આવ્યું હતું. ઓગસ્ટ મહિનામાં બંનેને ‘સન ઓફ સરદાર ૨’ના પ્રીમિયર દરમિયાન સાથે જોવામાં આવ્યા હતા, જેના કારણે તેમની ડેટિંગની અટકળોએ જોર પકડ્યું હતું.
આપણ વાચો: શો-શરાબાઃ મૃણાલ ઠાકુર: મૈં ભી હૂં ના!
આ ઉપરાંત, મૃણાલે ઇન્સ્ટાગ્રામ પર ધનુષની બહેનોને ફોલો કરી હોવાના સમાચારથી પણ આ ચર્ચા વધી હતી. તાજેતરમાં જ ધનુષે પોતાની ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ના પ્રમોશન માટે વારાણસીથી કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જેના પર મૃણાલની કમેન્ટ આવતા ફરી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
મૃણાલ ઠાકુરની વર્કફ્રન્ટની વાત કરીએ તો મૃણાલ તાજેતરમાં અજય દેવગણની ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’માં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી નહોતી. 150 કરોડના બજેટ સામે ફિલ્મે આશરે 65.75 કરોડ રૂપિયાની જ કમાણી કરી હતી.
હવે મૃણાલ પોતાના આગામી પ્રોજેક્ટ ‘દો દીવાને શહેર મેં’ને લઈને ચર્ચામાં છે. રવિ ઉદયવાર ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મનું નિર્માણ સંજય લીલા ભણસાલી કરી રહ્યા છે, જેમાં મૃણાલ, સિદ્ધાંત ચતુર્વેદી સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મ 20 ફેબ્રુઆરી 2026ના સિનેમાઘરોમાં રિલીઝ કરી શકાય છે.



