મનોરંજન

ટીવીની સંસ્કારી બહુએ ડાન્સિંગ સ્કીલ દેખાડતા શેર કર્યો એવો વીડિયો કે…

ટીવીની સંસ્કારી બહુ, નાગિન તરીકે લોકપ્રિય થયેલી ટીવી એક્ટ્રેસ મૌની રોય એક સારી એક્ટ્રેસ તો છે જ પણ એની સાથે સાથે જ તે એક સારી ડાન્સર પણ છે. તે અનેક ફિલ્મો અને ડાન્સ શોથી લઈને રિયાલિટી ટીવી શોમાં ડાન્સ શોઝમાં પોતાનો જલવો બિખેરી ચૂકી છે. મૌનીને રિયલ લાઈફમાં ડાન્સ કરવાનું પસંદ છે અને તે પોતાની ડાન્સિંગ સ્કિલ દેખાડતા વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ મૌની રોયે બાવરા મન પર ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

મૌની રોયે આજે 29મી એપ્રિલના ઈન્ટરનેશનલ ડાન્સ ડેના દિવસે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે બોલીવૂડ ફિલ્મના ગીત બાવરા મન પર ડાન્સ કરતા વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મૌનીની અદાઓ, એક્સપ્રેશન અને ડાન્સ મૂવ્ઝ જોઈને ફેન્સ પણ ચોંકી ઉઠ્યા હતા અને તેઓ એક્ટ્રેસના વખાણ કરતાં નથી થાકી રહ્યા. મૌનીના આ વીડિયોને તેની બેસ્ટ ફ્રેન્ડ અને એકટ્રેસ દિશા પટણીએ પણ લાઈક કર્યો છે.

આ પણ વાંચો: દિશા પટણી અને મૌની રોય એકસાથે દેખાતા થઇ આ વાત…

મૌનીના આ વીડિયો પર ફેન્સ લાઈક અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. એક ફેને આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ડાન્સ મૂવ્ઝ તો એકદમ લિક્વિડ જેવા છે. બીજા એક ફેને લખ્યું હતું કે ખૂબ જ સુંદર મૂવ્ઝ, તમે તો શર્મિલા ટાગોરની યાદ અપાવી. બીજા એક યુઝરે લખ્યું હતું કે કેટલું ગ્રેસફૂલ છે, મન કરે છે કે બસ તમને જોતો જ રહું.

મૌની રોયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ ભૂતનીમાં જોવા મળશે. આ ફિલ્મમાં પણ મૌનીએ એક શાનદાર ડાન્સ સિક્વન્સ શૂટ કર્યો છે, જેની શૂટિંગ 45 રાત સુધી ચાલી હતી. આ માટે તે રોજના દિવસા 10થી 12 કલાક શૂટિંગ કર્યું હતું. મૌનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ડાન્સ સિક્વન્સ વિશળે વાત કરી હતી.

આ પણ વાંચો: Mouni Royએ ગરમીથી બચવા અજમાવ્યો આ પેંતરો, હોટ તસવીરોએ ચાહકોને કર્યા બોલ્ડ

મૌની રોયે પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે તે શૂટ દરમિયાન આખી આખી રાત બેડ પર લટકતી રહેતી હતી. ફિલ્મ ભૂતનીમાં મૌની રોયની સાથે સાથે પલક તિવારી અને સંજય દત્ત પણ જોવા મળશે. આ ફિલ્મ પહેલી મેના રિલીઝ થવા જઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button