Mouni Royએ ગરમીથી બચવા અજમાવ્યો આ પેંતરો, હોટ તસવીરોએ ચાહકોને કર્યા બોલ્ડ
મહારાષ્ટ્રમાં તાપમાનનો પારો 45 ડિગ્રી પાર થયો છે, જ્યારે મુંબઈમાં ભેજ સાથેની આકરી ગરમીએ તોબા પોકારી છે ત્યારે જાણીતી સેલિબ્રિટીઝ સાથે ફિલ્મી માનુનીઓ પણ વેકેશનની મોજ માણવા નીકળી પડે છે ત્યારે બોલીવુડની જાણીતી અભિનેત્રી મૌની રોયે (Mouni Roy) વેકેશન માણતી તસવીરો અને વીડિયો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.
ઈન્ડોનેશિયાના બાલી ખાતે વેકેશનની મોજ માણતી મૌની રોયની તસવીરો સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાઈરલ થઈ રહી છે. બીચ પર બ્લુ ટી-શર્ટ સાથે બિકિનીમાં તસવીરોને જોઈને લોકો દંગ રહી ગયા છે.
ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોગ્રાફ શેર કરવામાં આવ્યા છે, જેમાં ક્યાંક ટુ-પીસમાં જોવા મળે છે, જ્યારે તેના બોલ્ડ અંદાજને જોઈને પણ લોકોએ જોરદાર પ્રતિક્રિયા આપી હતી. એક પોસ્ટમાં વોટરફોલ્સની નીચે એન્જોય કરતી જોવા મળી હતી. પોતાના ગ્લેમરસ લૂકમાં એક એક પછી બોલ્ડ પોઝ આપ્યા હતા, જ્યારે બીજા ફોટોગ્રાફમાં સ્વિમિંગ કરવાની સાથે છલાંગ લગાવી હતી.
અન્ય બીજા પોઝમાં ફ્લોરલ બિકિની પહેરીને તાપમાનનો પારો વધાર્યો હતો. મૌની રોયના કર્વી ફિગર જોઈને લોકોની ઊંઘ હરામ કરી નાખી હતી. મૌની રોયે રેડ કલરના ઓફ શોલ્ડર ડ્રેસ પહેરીને તેના ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. મૌની રોયની આ સ્ટાઈલ જોઈને લોકો જોતા રહી ગયા હતા. બિગ બોસ કહો કે પછી નાગિન સિરિયલમાં મૌની રોયે નામ કમાવ્યું હતું. મૌની રોયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ અગાઉ વેર સિરીઝ સુલ્તાન ઓફ દિલ્હીમાં જોવા મળી હતી. એના પહેલા રણબીર કપૂર, આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્રાસ્ત્રના પાર્ટ વનમાં જોવા મળી હતી.