મનોરંજન

સિનેમાના ૧૧૧ વર્ષ જૂના ઇતિહાસની સૌથી સફળ ફિલ્મ બની!, જાણો 11 અજાણ્યા રેકોર્ડ

મુંબઈઃ દક્ષિણની લોકપ્રિય ફિલ્મ પુષ્પાએ ભારતીય સિનેમા જગતમાં અવનવા રેકોર્ડ કર્યા છે, ત્યારે અલ્લુ અર્જુનની પુષ્પા ૨ એ ભારતીય બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી છે. પુષ્પા-2 માત્ર ૨૦૨૪ની જ નહીં, પણ વર્ષ ૧૯૧૩ (બોક્સ ઑફિસ કલેક્શનની દ્રષ્ટિએ)થી શરૂ થયેલા ભારતીય સિનેમાના ઇતિહાસની પણ સૌથી સફળ ફિલ્મ બની ગઈ છે. હવે જો તમારા મનમાં સવાલ થયો હોય કે એવું કઈ રીતે બન્યું હશે તો વિગતે જાણી લઈએ.

આ ફિલ્મે ભારતમાં રૂ. ૧,૧૬૦ કરોડથી વધુની કમાણી કરી છે અને ટૂંક સમયમાં રૂ. ૧,૨૦૦ કરોડ સુધી પહોંચી શકે છે. તો ચાલો જાણીએ આ ફિલ્મે એવા કયા રેકોર્ડ બનાવ્યા જે આજ સુધી કોઈ ભારતીય ફિલ્મ બનાવી શકી નથી.

૧. ૧૬૪.૨૫ કરોડ રૂપિયા સાથે સૌથી વધુ ઓપનિંગ કમાણી કરનાર ફિલ્મ

૨. ૧૦૦ કરોડ રૂપિયાની સૌથી ઝડપી કમાણી કરનારી ફિલ્મ – આ રેકોર્ડ ‘પુષ્પા ૨’એ પહેલા જ દિવસે માત્ર ગણતરીના કલાકોમાં જ બનાવ્યો હતો .

૩. પ્રથમ વીકેન્ડમાં સૌથી વધુ ૫૨૯ કરોડ રૂપિયાની કમાણી કરનાર ફિલ્મ

૪. પહેલા અઠવાડિયામાં સૌથી વધુ ૭૨૫.૮ કરોડ રૂપિયાની કમાણી કરનારી ફિલ્મ

૫. ૧૦૦૦ કરોડની કમાણી કરનાર સૌથી ઝડપી ફિલ્મ – ૧૬ દિવસમાં રૂ. ૧૦૦૪.૯ કરોડ

૬. ફિલ્મે ૧૮મા દિવસે ૧૦૬૨.૬ કરોડની કમાણી કરીને સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની. આ પહેલા આ રેકોર્ડ બાહુબલી 2ના નામે હતોય આ ફિલ્મે ૧૦૩૦.૪૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

૭. ૧,૧૦૦ કરોડનો આંકડો પાર કરનાર પ્રથમ ફિલ્મ – ફિલ્મે તેની રિલીઝના ૨૧મા દિવસે આ આંકડો પાર કર્યો.

૮. આ પહેલી સાઉથની ફિલ્મ છે જેણે હિન્દીમાં અત્યાર સુધીમાં રૂ. ૭૫૫ કરોડથી વધુની કમાણી કરી છે. આ પહેલા આ રેકોર્ડ બાહુબલી ૨ના નામે હતો જેણે હિન્દીમાં ૫૧૦.૯૯ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

Also read: Pushpa-2ને પાછળ મૂકીને Mufasa: The Lion Kingએ બોક્સ ઓફિસ પર કર્યું Dangal…

૯. હિન્દીમાં સૌથી વધુ કમાણી કરનાર પ્રથમ ફિલ્મ ૨૦૨૩ની જવાન (૬૪૦.૨૫ કરોડ) સાથે શાહરૂખ ખાન નંબર વન પર હતો, પરંતુ આ મામલામાં પણ અલ્લુ અર્જુને નંબર વનનું સ્થાન મેળવ્યું છે.

૧૦. આમિર ખાનની દંગલ વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ તરીકે નંબર વન પર છે, જેણે ૨૦૧૬માં ૨૦૭૦.૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા સ્થાને બાહુબલી ૨ છે જેની વિશ્વભરમાં કમાણી ૧૭૮૮.૦૬ કરોડ રૂપિયા છે. હવે ‘પુષ્પા ૨’ આ લિસ્ટમાં ૧,૬૩૯ કરોડ રૂપિયાની કમાણી કરીને ત્રીજા સ્થાને આવી ગઈ છે.

૧૧. ‘પુષ્પા 2’ આ ફિલ્મ મેકર્સ, ડિરેક્ટર અને ‘પુષ્પા ૨’ના દરેક સ્ટારની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. આ લિસ્ટમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાન્ના અને ફહાદ ફાસિલ સાથે ફિલ્મના તમામ કલાકારોનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button