સૌથી મોંઘો સ્ટાર કોણ? સાઉથના અભિનેતાએ બોલીવુડના કલાકારોને છોડ્યા પાછળ!

સૌથી મોંઘો સ્ટાર કોણ? સાઉથના અભિનેતાએ બોલીવુડના કલાકારોને છોડ્યા પાછળ!

Highest Paid Actors List: 1950ના દાયકામાં એકમાત્ર દિલીપ કુમાર એવા અભિનેતા હતા, જેઓ એક ફિલ્મ માટે 1.5 લાખ રૂપિયા ફી વસૂલતા હતા. ત્યાર બાદ આજના સમયમાં ‘કોન બનેગા કરોડપતિ’ શોના હોસ્ટ એવા અભિનેતા અમિતાભ બચ્ચનને 1990માં સૌપ્રથમવાર 1 કરોડ રૂપિયા ફીની ઓફર કરવામાં આવી હતી.

આજના સમયમાં એક કરોડ રૂપિયા ફી સામાન્ય થઈ ગઈ છે. આજના પંકાયેલા સુપરસ્ટાર અભિનેતાઓ 100-200 કરોડથી પણ વધારે ફી લેતા થઈ ગયા છે.

સાઉથનો ક્યો અભિનેતા છે સૌથી આગળ?
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધારે ફી વસૂલવાના મામલે બોલીવુડ અને દક્ષિણ ભારતના અભિનેતાઓ વચ્ચે સ્પર્ધા વધી રહી છે. એક મીડિયા અહેવાલ મુજબ દક્ષિણના કલાકારો ફીના મામલે બોલિવુડના સ્ટાર્સને પણ પાછળ છોડી રહ્યા છે. અહીં ભારતના ટોચના 10 એવા અભિનેતાઓની યાદી આપવામાં આવી છે, જેઓ નિર્માતા પાસેથી એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ફી વસૂલ કરે છે. તો વળી કેટલાક તો ફિલ્મ દ્વારા થતી નિર્માતાની કમાણીના પણ ભાગીદાર બને છે.

અગાઉ કહ્યું તેમ વધારે ફી વસૂલમાં સાઉથના અભિનેતાઓએ બોલિવૂડના અભિનેતાઓને પાછળ પાડી દીધા છે. કારણ કે સૌથી વધારે ફી વસૂલતા અભિનેતામાં સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનનું નામ પહેલા ક્રમે છે. તે એક ફિલ્મ માટે રૂ. 300 કરોડ ફી લે છે.

‘પુષ્પા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપ્યા બાદ અલ્લુ અર્જુન ભારતીય સિનેમાનો સૌથી મોંઘો અભિનેતા બની ગયો છે. અલ્લુ અર્જુન બાદ બીજો નંબર પણ સાઉથના અભિનેતાનો જ છે. આ અભિનેતાનું નામ છે થલાપતિ વિજય. થલાપતિ વિજય એક ફિલ્મ માટે રૂ. 130થી 275 કરોડ સુધીની ફી વસૂલે છે. જોકે તેણે તાજેતરમાં રાજકારણમાં પણ ઝંપલાવ્યું છે ત્યાર બાદ ત્રીજા ક્રમે બોલીવુડના અભિનેતાનો નંબર છે.

એકથી ત્રણમાં નથી આમિર ખાન
બોલીવુડના કિંગ ખાન તરીકે પોતાની ઓળખ ઊભી કરનાર શાહરૂખ ખાન સૌથી વધુ ફી વસૂલતા અભિનેતાની યાદીમાં ત્રીજા ક્રમે છે. તે એક ફિલ્મ માટે રૂ. 150થી 250 કરોડ રૂપિલા ફી લે છે. આ સિવાય ઘણી વખત તે ફી ઉપરાંત ફિલ્મના નફામાં પણ નિર્માતા સાથે ભાગીદાર પણ બને છે.

શાહરૂખ ખાન બાદ સાઉથની ફિલ્મોમાં સુપર સ્ટાર તરીકે ઓળખાતા રજનીકાંત ફી વસૂલવામાં ચોથા ક્રમે છે. તેઓ એક ફિલ્મ માટે રૂ. 125 થી 170 કરોડ ચાર્જ કરે છે. રજનીકાંત બાદ પાંચમા ક્રમે બોલીવુડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાનનો નંબર આવે છે. આમિર ખાન એક ફિલ્મ માટે રૂ. 100થી 275 કરોડ ફી લે છે.

અક્ષય અને સલમાન સૌથી છેલ્લા ક્રમે
‘બાહુબલી’ ફિલ્મે સાઉથના અભિનેતા પ્રભાસને સારી એવી લોકપ્રિયતા અપાવી છે. આજે પ્રભાસ સૌથી વધુ ફી લેતા અભિનેતાઓમાં છઠ્ઠા ક્રમે આવે છે. પ્રભાસ એક ફિલ્મ માટે 100 થી 200 કરોડ રૂપિયા ફી લે છે. પ્રભાસ બાદ સાતમો નંબર સાઉથના સ્ટાર અજીત કુમારનો નંબર આવે છે. અજીત કુમાર એક ફિલ્મ માટે રૂ. 105 થી 165 કરોડ ફી લે છે.

બોલીવુડમાં સારી એવી નામના ધરાવતા સલમાન ખાન સૌથી વધુ ફી વસૂલવામાં આઠમા ક્રમે છે. સલમાન ખાન એક ફિલ્મ માટે રૂ. 100થી 150 કરોડ ફી વસૂલે છે. સલમાન ખાનની જેમ દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા કમલ હાસન પણ એક ફિલ્મ માટે રૂ. 100 થી 150 કરોડ ફી લે છે. બોલીવુડમાં ‘ખિલાડી’ તરીકે જાણીતા અભિનેતા અક્ષય કુમાર આ યાદીમાં સૌથી છેલ્લા એટલે કે દસમાં ક્રમે છે. અક્ષય કુમાર એક ફિલ્મ માટે રૂ. 60થી 145 કરોડ ચાર્જ કરે છે.

આ પણ વાંચો…દેશની ટોચની 10 અભિનેત્રીની યાદી જાહેર, કોણ દીપિકા-આલિયા કરતા છે આગળ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button