મનોરંજન

…તો રૂપાલી ગાંગુલી નહીં પણ આ એક્ટ્રેસ બની હોત અનુપમા, નામ જાણીને ચોંકી ઉઠશો!

ટીવી સિરીયલ અનુપમાની એક ખાસ ફેનફોલોઈંગ છે. કરોડો દર્શકો ખૂબ જ રસથી અને આતુરતાપૂર્વક દરેક એપિસોડની રાહ જોતા હોય છે. અનુપમાનો રોલ કરીને કરોડો ફેન્સના દિલો પર રાજ કરનારી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીને દર્શકો આજે પણ અનુપમા તરીકે જ ઓળખે છે, પરંતુ શું તમને ખબર છે કે રૂપાલી ગાંગુલી પહેલાં આ શો બીજી એક્ટ્રેસને ઓફર કરવામાં આવ્યો હતો. આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ મોના સિંહ છે. ચાલો તમને આખી સ્ટોરી વિશે જણાવીએ…

ટીવી સિરીયલ અનુપમા ટીઆરપી લિસ્ટમાં ટોપ ટેનમાં પોતાનું સ્થાન જાળવી રાખે છે. એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી આ શોમાં લીડ એક્ટ્રેસ છે અને તે અનુપમાનો રોલ કરીને કરોડો દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ રોલ માટે રૂપાલી ગાંગુલી હંમેશાથી પહેલી પસંદ નહોતી. આ રોસલ માટે પહેલાં એક્ટ્રેસ મોના સિંહને કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો. ખુદ મોના સિંહે આ વિશે ખુલાસો કર્યો હતો.

Mona Singh

એક ઈન્ટરવ્યુમાં મોના સિંહે જણાવ્યું હતું કે આ શો માટે વર્ષો પહેલાં તેને એપ્રોચ કરવામાં આવી હતી, પરંતુ તેણે આ શો કરવાની ના પાડી હતી. આ શો ઠુકરાવવાના કારણ વિશે વાત કરતાં મોનાએ જણાવ્યું હતું કે એ સમયે મેં નક્કી કરી લીધું હતું કે હું હવે ટીવી પર કામ નહીં કરું. આ જ કારણસર મેં આ શોની ઓફર રિજેક્ટ કરી લીધી હતી.

રૂપાલી ગાંગુલી વિશે વાત કરતાં મોના સિંહે જણાવ્યું હતું કે હું રૂપાલી માટે ખૂબ જ ખુશ છું અને પ્રોડ્યુસર રાજન શાહી માટે પણ. તે ખૂબ જ સારું કામ કરી રહી છે. મને એવું લાગે છે કે તે આ રોલ માટે એકદમ પરફેક્ટ ચોઈસ છે. તે ખૂબ જ સુંદર રીતે કામ કરી રહી છે.

વાત કરીએ મોના સિંહના વર્ક ફ્રન્ટની તો મોના સિંહ ટીવી છોડીને હવે ફિલ્મો અને વેબ શોમાં કામ કરવાનું નક્કી કર્યું છે. તે સતત અલગ અલગ પ્રકારના કેરેક્ટર નિભાવી રહી છે. કયો રોલ કરવો અને કયો રોલ નહીં કરવો એ વિશે વાત કરતાં મોનાએ જણાવ્યું હતું કે હું કોઈ પણ રોલ ખાલી એટલે નથી કરતી કે હું સ્ક્રીન પર દેખાઉં. મારા માટે મેટર કરે છે કે આ રોલથી હું ખુશ થઈશ કે નહીં, કે પછી આ રોલ સાથે હું કનેક્ટ થઈ શકીશ કે નહીં.

હું નથી ઈચ્છતી કે હું કોઈ એવો નિર્ણય લઈ લઉં કે મને પાછળથી પસ્તાવો થાય અને સેટ પર એને કારણે નેગેટિવ એનર્જી આવશે. મોનાએ આગળ એવું પણ જણાવ્યું હતું કે હું રાહ જોઉં છું સારા અને યોગ્ય પ્રોજેક્ટ આવવાની. હું સિલેક્ટિવ હોવા માટે બિલકુલ પસ્તાવો કરતી નથી.

આ પણ વાંચો…ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂર્ણ થતાં અભિનેત્રી મોના સિંહે કર્યો મોટો ખુલાસો

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button