ભારે ટ્રોલિંગ બાદ મોહનલાલે લીધો મોટો નિર્ણય! એએમએમએના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું

હેમા કમિટીનો રિપોર્ટ સામે આવ્યા બાદ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારો અને દિગ્દર્શકો પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. આ પહેલા અભિનેતા સિદ્દીકીએ મલયાલમ મૂવી આર્ટિસ્ટ એસોસિએશન (AMMA)ના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું.
આ પણ વાંચો: શ્રદ્ધાની સ્ત્રી-ટુએ બીજા અઠવાડિયે કેટલો કર્યો બિઝનેસ, જાણો અપડેટ
નિર્દેશક રંજીત પર એક બંગાળી અભિનેત્રીએ તેની સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યા બાદ તેમણે કેરળ ચલચિત્ર એકેડમીનું પ્રમુખ પદ છોડી દીધું હતું. હવે મોહનલાલે એસોસિયેશન ઓફ મલયાલમ મૂવી આર્ટિસ્ટના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. મોહનલાલની સાથે અન્ય સભ્યોએ પણ પોતાના રાજીનામા આપી દીધા છે, જે બાદ કમિટીનું વિસર્જન કરવામાં આવ્યું છે.
અભિનેતા શમ્મી થિલકને હેમા કમિટીના રિપોર્ટના આરોપીઓ વિશે કંઈ ન કહેવા પર મોહનલાલના મૌન પર નિશાન સાધ્યું હતું. પ્રેસ સાથે વાત કરતા શમ્મીએ કહ્યું હતું કે મોહનલાલે જવાબ આપવાની ક્ષમતા ગુમાવી દીધી છે.
આ પણ વાંચો: મલયાલમ ફિલ્મની અભિનેત્રીએ ચાર એક્ટર પર જાતીય શોષણનો આરોપ મૂકતા ખળભળાટ
મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ ઉથલપાથલને લઈને કેરળ સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી અને મહિલા કલાકારો સામેના અત્યાચારની તપાસ માટે સાત સભ્યોની વિશેષ ટીમ બનાવવાનો નિર્ણય કર્યો છે.