‘દ્રશ્યમ 3’ એ રચ્યો ઇતિહાસ, ફિલ્મના થિયેટ્રિકલ અને ડિજિટલ રાઇટ્સ પેન ઈન્ડિયાએ ₹350 કરોડમાં ખરીદ્યા

મુંબઈઃ મોહનલાલ સ્ટારર ફિલ્મ દ્રશ્યમ-થ્રીના થિયેટ્રિકલ અને ડિજિટલ રાઈટ્સ રૂપિયા 350 કરોડમાં વેચાયા છે અને કોઈ પણ રિજનલ લેન્ગ્વેજની ફિલ્મને દુનિયાભરના થિયેટરોમાં રીલિઝ કરવા માટે આટલી વિક્રમી કિંમતે રાઈટ્સ વેચાયા હોય એવું પ્રથમ જ વખત બન્યું છે. ફિલ્મના રાઈટ્સ આટલી વિક્રમી કિંમતે ખરીદીને ઈતિહાસ રચ્યો છે બોલીવૂડમાં અનેક ફિલ્મોનું સફળ ડિસ્ટ્રિબ્યુશન કરનારા ડો. જયંતીલાલ ગડાએ. પેન સ્ડુડિયોએ કુમાર મંગતના પેનારોમા સ્ટુડિયો સાથે કોલેબ કર્યું છે.
વિક્રમી કિંમતે ફિલ્મ દ્રશ્મય-થ્રીના થિયેટ્રિકલ અને ડિજિટલ રાઈટ્સ ખરીદવા અંગે વાત કરતાં પેન સ્ટુડિયોના ડિરેક્ટર ડો. જયંતીલાલ ગડાએ જણાવ્યું હતું કે દ્રશ્યમ-થ્રી માટે અમે પાર્ટનરશિપ કરીને સારી ફિલ્મોને અને ઈન્ડિયન લેન્ગ્વેજની ફિલ્મોને દુનિયાભરના દર્શકો સુધી પહોંચાડવાનું મિશન હાથ ધર્યું છે. પેનારોમા સ્ટુ઼ડિયો સાથેની પાર્ટનરશિપે અમારી આ પહેલને એક પીઠબળ આપ્યું છે અને આમ અમને એક સારી ફિલ્મ વધુને વધુ દર્શકો સુધી પહોંચાડવાનો સંતોષ થશે.
આ પણ વાંચો : દૃશ્યમ-3ની જાહેરાતઃ ફરી આવશે વિજય સલગાંવકર બનીને અજય દેવગન કે…
અત્રે ઉલ્લેખનીય છે કે દ્રશ્યમ થ્રી એ મલાયલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક સુપરહિટ સિરીઝનો ભાગ છે. જિતુ જોસેફ લિખિત અને નિર્માતા એન્ટની પેરુમ્બરની આ ફિલ્મમાં મોહનલાલે લીડ રોલ કર્યો છે. આ ફિલ્મની ફ્રેન્ચાઈઝી સાથે જોડાવવા મળ્યું એ અમારા માટે ગર્વની વાત છે, એવું પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
પેન સ્ટુડિયો અને પેનારોમા સ્ટુડિયોએ સાથે મળીને દ્રશ્યમ થ્રી મલયાલમ ફિલ્મને ભારતની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય રીલિઝ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીંયા તમારી જાણ માટે કે બોલીવૂડમાં પણ અજય દેવગણ સ્ટારર ફિલ્મ દ્રશ્યમને દર્શકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં અજય દેવગણ સાથે તબ્બુ, ઈશિતા દત્તા, શ્રીયા સરન, અક્ષય ખન્ના સહિતના કલાકારો જોવા મળ્યા હતા. દ્રશ્યમ અને દ્રશ્યમ-ટુએ બોક્સ ઓફિસ પર સારો એવો વકરો કર્યો હતો. હવે મલયાલમમાં દ્રશ્યમ-થ્રી રીલિઝ થયા બાદ ફિલ્મને હિંદીમાં રીલિઝ કરવાની યોજના છે.



