વિતેલા જમાનાના પ્રસિદ્ધ અભિનેતા મિથૂન ચક્રવર્તી (Mithun Chakraborty)ને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આની છે. મિથૂનને દસમી ફેબ્રુઆરીએ કોલકત્તા ખાતે ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શનિવારે સવારે છાતીમાં બળતરા સહિતની સમસ્યા જણાતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહી તેમનો એમઆરઆઈ-MRI રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તેમની તબિયત સુધારા પર આવતચા તેમને આજે હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
જોકે હોસ્પિટલમાં ડોક્ટરોની કડવી મેડિસિન સાથે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Modi) ઠપકો સહન કરવાનો વારો આવ્યો હતો. મિથૂને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મને રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કર્યો હતો અને મારા હાલચાલ પૂછ્યા હતા અને આ સાથે મને આરોગ્યનું ધ્યાન ન રાખવા બદલ ઠપકો આપ્યો હતો. મિથૂને એમ પણ જણાવ્યું કે મારી તબિયત એકદમ સારી છે, પરંતુ મારા ખાવા પીવા પર નિયંત્રણ રાખવાનું છે.
73 વર્ષીય મિથૂન (mithun)ને હાલમાં જ પદ્મ ભૂષણ મળ્યો છે. મિથૂને ટોચના અભિનેતા અને અભિનેત્રીઓ સાથે ફિલ્મો કરી છે. તેની ફિલ્મો તેની અલગ ડાન્સિસ સ્ટાઈલને લીધે પણ સુપરીટ જતી હતી. મિથૂને તેની કારકિર્દીમાં લગભગ 350 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આજે પણ તેઓ મોટો ચાહકવર્ગ ધરાવે છે.
Taboola Feed