ગરીબોનો મિથુન ચક્રવર્તીઃ સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો
નવી દિલ્હીઃ ડિસ્કો ડાન્સર તરીકે જાણિતા બોલિવૂડના એક્ટર મિથુન ચક્રવર્તી ન માત્ર પોતાની એક્ટિંગ પણ પોતાના ડાન્સ માટે પણ હમેશા સમાચારોમાં રહ્યા છે. આ જ કારણે હાલ ઘણા રિયાલીટી ડાન્સ શોમાં તેમને હેડ જજની ખુરશી પર બિરાજમાન કરવામાં આવે છે. આમ તો મિથુન દાની ડાન્સિંગ સ્ટાઈલને કોપી કરનારા ઘણા માળશે પણ એક એવા મિથુન દાના હમશકલનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેને જોઈને તમારું હાસ્ય કન્ટ્રોલ કરવું મૂશ્કેલ થઈ પડશે.
આ કોપી મિથુન દાનું કદ, કાઠી, ચહેરો અને સ્ટાઈલ હૂબહૂ મિથુન ચક્રવર્તી જેવું જ છે. આને જોઈ પ્રથમ વખતમાં કોઈ પણ છેતરાય જાય તેમ છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર મિથુન ચક્રવર્તીના હમશકલનો એક વીડિયો તરખાત મચાવી રહ્યો છે. વીડિયામાં દિટ્ટો કોપી મિથુન દાની જેમજ એક શખસ તેના જ ગીત પર ટ્રેનની આગળ ડાન્સ કરતો જોઈ શકાય છે. ખાસ વાત તો એ છે કે તેણે કપડા પણ હૂબહૂ મિથુન દા જેવા જ પહેર્યા છે. જેથી પ્રથમ નજરે કોઈ પણ છેતરાય જશે કે આ અસલી મિથુન છે કે કેમ.
સોશિયલ મીડિયા પર મિથુનનો આ વીડિયો ખૂબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે અને તેને 15 લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. સાથે જ લોકો રમૂજી કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે આ અજય દેવગણ અને મિથુન ચક્રવર્તીના હમશકલ તો કોરોનાની જેમ ફેલાય રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું કે આ તો મિથુનની થર્ડ કોપી છે. તો અન્ય એકે લખ્યું કે ગરીબોનો મિથુન ચક્રવર્તી.