મનોરંજન

મિશન રાણીગંજ ફિલ્મ સારી, પણ કલેક્શન નબળુંઃ અક્ષય માટે ફરી પરીક્ષા

એક સુપરહીટ ફિલ્મ માટે તરસતા અક્ષકુમારની ફિલ્મ મિશન રાણીગંજ રીલિઝ થઈ અને ક્રિટિક્સે તેના વખાણ પણ કર્યા, પણ પહેલા દિવસે ધમાકેદાર કલેક્શન ન થયાના બૉક્સ ઓફિસ અહેવાલો કહે છે. હવે તો શનિ-રવિમાં ફિલ્મ કલેક્શન નહીં કરે તો અક્ષયે ફરી નિરાશ થવાનો વારો આવશે.

જસવંત સિંહ ગિલના જીવન પર આધારિત આ ફિલ્મમાં અક્ષય કુમાર ધૂમ મચાવી રહ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમારે રિયલ લાઈફ હીરો જસવંત ગિલની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા અક્ષયની પત્નીના રોલમાં જોવા મળી રહી છે. ફિલ્મને લઈને દર્શકો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં અક્ષય કુમારની એક્ટિંગ લોકોને પસંદ આવી રહી છે. ટ્વિટર પર યૂઝર્સ શાનદાર રિએક્શન આપી રહ્યા છે.

‘મિશન રાણીગંજ’ની પહેલા દિવસની કમાણીનો અંદાજિત આંકડો આવી ગયો છે. એક રિપોર્ટ અનુસાર, ‘મિશન રાણીગંજ’ રિલીઝના પ્રથમ દિવસે 3.50 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. 55 કરોડના બજેટથી બનેલી ‘મિશન રાણીગંજ’ની શરૂઆત ખૂબ જ નિરાશાજનક લાગી રહી છે.

ઘણા લોકો આ ફિલ્મને મનોરંજક અને પ્રેરક ફિલ્મ કહી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય કુમારની પત્નીનો રોલ નિભાવી રહેલી પરિણીતી ચોપરાના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.

નેટીઝનોએ પોતાના રિવ્યુ આપતા લખ્યું છે કે ફિલ્મ ખૂબ જ શાનદાર રીતે બનાવવામાં આવી છે. આ એક હાઈ ટેન્શન ડ્રામા છે, જે દરેક વ્યક્તિએ એકવાર જોવો જોઈએ. અક્ષય કુમારને ટેગ કરતા એક વ્યક્તિએ લખ્યું કે, ‘આ જ કારણ છે કે મારો હીરો અન્ય કલાકારો કરતા સારો છે.

ફિલ્મની સ્ટોરીની જો વાત કરીએ તો, માઈનિંગ એન્જિનિયર અને રેસ્ક્યૂ ટ્રેન્ડ અધિકારી જસવંત સિંહ ગિલની છે. પોતાનો જીવ જોખમમાં મૂકીને તેમણે પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણોના પૂરમાં ફસાયેલા 65 નોજીવ બચાવ્યો. આ ફિલ્મનું નિર્દેશન ટીનુ સુરેશ દેસાઈએ કર્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button