મનોરંજન

1400 ડાયમંડ્સ, 14 કેરેટ ગોલ્ડવાળો Miss Universe 2025ના તાજ ‘ધ લાઇટ ઓફ ઇન્ફિનિટી’ની કિંમત જાણીને ચોંકી ઉઠશો…

સતત વિવાદોના ઘેરામાં ઘેરાયેલી મિસ યુનવર્સ 2025ની વિજેતા બની છે મેક્સિકોની ફાતિમા બોશ. થાઈલેન્ડના બેંકોક ખાતે યોજાયેલી ઈવેન્ટમાં ફાતિમાના માથે મિસ યુનિવર્સનો તાજ સજાવવામાં આવ્યો. એ તાજ જે તેની સુંદરતા માટે પ્રખ્યાત છે અને જેના માથે સજે છે તેની જિંદગી બદલાઈ જાય છે. પરંતુ શું તમને ખબર છે કે આ તાજની કિંમત કેટલી છે અને તેના મોતી આટલા કેમ છે, જેની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે, ચાલો તમને જણાવીએ…

મિસ યુનિવર્સના તાજની કિંમત અને તેને ખાસ બનાવતા મોટી આટલા ખાસ કેમ હોય છે એની વાત કરીએ એ પહેલાં તમને જણાવી દઈએ કે 1952માં આ પ્રતિયોગિતાની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે આ સ્પર્ધાનું 74મું વર્ષ હતું જેમાં મેક્સિકોની ફાતિમા બોશ વિજેતા બની છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સફરમાં અત્યાર સુધી 10 ક્રાઉન વપરાઈ ચૂક્યા છે અને એનું નિર્માણ અલગ અલગ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ તમામ ક્રાઉન્સને અલગ અલગ નામ આપવામાં આવે છે જેને કારણે તેની અલગ ઓળખ ઊભી થાય છે.

વાત કરીએ મિસ યુનવર્સ 2025ના ક્રાઉનની તો સમય સમય પર મિસ યુનિવર્સના તાજમાં બદલાવ થયો છે. આ વર્ષે મિસ યુનિવર્સ બનેલી મેક્સિકોની ફાતિમા બોશે જે તાજ પહેર્યો છે એને પહેલી વખત 2024માં રજૂ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે આ આ તાજ મિન ડેન્માર્ક વિક્ટોરિયા કજેરના માથે સજ્યો હતો. આ તાજનું નામ છે ધ લાઈટ ઓફ ઈનફિનિટી અને તેને ફિલિપાઈન્સની કંપની જ્વેલમરે તૈયાર કર્યું છે.

રસપ્રદ વાત તો એ છે કે આ તાજને કોઈ મશીન નહીં પણ હાથથી તૈયાર કરવામાં આવ્યું છે અને તે પોતાના સાઉથ સી પર્લ્સ માટે ખૂબ જ જાણીતું છે, જે ફિલિપાઈન્સનું રાષ્ટ્રી રત્ન છે. ખાસ વાત તો એ છે કે આ પહેલી વખત છે કે જ્યારે ફિલિપાઈન્સે મિસ યુનિવર્સ માટે તાજ તૈયાર કર્યો છે. આ તાજમાં 18 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં જડવામાં આવેલા 1400 ડાયમંડ તેની સુંદરતામાં ચાર ચાંગ લગાવ્યા હતા.

મિસ યુનિવર્સના આ સુંદર તાજમાં જે 23 સાઉથ સી ગોલ્ડન પર્લ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની ગણતરી ખૂબ જ દુર્લભ મોતીઓમાં કરવામાં આવી છે. આ મોતી ફિલિપાઈન્સની સમૃદ્ધ સમુદ્ર વારસાના પ્રતિક સમાન છે. આ તાજને બનાવવા માટે મીણની નકાશી કરવામાં આવે છે. વાત કરીએ ક્રાઉનની કિંમતની તો આ ક્રાઉનની અંદાજિત કિંમત 5 મિલિયન ડોલર એટલે કે (44 કરોડ રૂપિયા) હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો…રેમ્પ વોક કરતાં કરતાં અચાનક પડી ગઈ મિસ જમૈકા ગ્રેબિએલ હેન્રી, સ્ટ્રેચર પર પહોંચી હોસ્પિટલ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button