હવે તમારે મિઝાપુરની ગાદીનો જંગ જોવા ઘરની ગાદી છોડવી પડશે કારણ કે…
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ગાદીનો જંગ ચાલે છે. આ જંગ રાજકીય સત્તાનો નથી, પણ ગુંડાઓની ગાદીનો છે. આ જંગ પર બનેલી બે વેબ સિરિઝે ભારે ઉત્સાહ જગાવ્યો હતો અને લોકોને ખૂબ જ ગમી હતી. જોકે પહેલી વેબ સિરિઝ જેવી મજા બીજીમાં ન આવી હોવાના રિવ્યુ હતા ત્યારે હવે ત્રીજી સિરિઝની જાહેરાત થઈ છે, પરંતુ આ સિરિઝ એક ફિલ્મ રૂપે આવી રહી છે, આથી તમારા ઘરની ગાદી પર બેસી તમે મોબાઈલમાં મિર્ઝાપુરની ગાદીનો જંગ નહીં જોઈ શકો, તમારે તે માટે થિયેટરની ગાદીએ બેસવું પડશે.
2026માં રિલિઝ થનારી આ ફિલ્મનું ટીઝર લૉંચ થયુ છે જેને લોકોએ ખૂબ પસંદ કર્યું છે. આ ટીઝર બાદ એક અફવા પર પણ પૂર્ણવિરામ મૂકાયું છે. અગાઉ એવી ચર્ચા હતી કે મોટા પદડા પર કાલિનભૈયાના રોલમાં રીતિક રોશન દેખાશે. આ રોલ બન્ને સિરિઝમાં પંકજ ત્રિપાઠીએ કર્યો છે અને ભારે પ્રશંસા પણ મેળવી છે.
આ પણ વાંચો : છ વર્ષ બાદ ફરીથી જોવા મળશે ‘CID’,આ દિવસે રિલીઝ થશે પ્રોમો
આ ટીઝરમાં મુન્નાભૈયા પર ફરી દેખાયો છે જેને પહેલી સિરિઝમાં મારી નખાયો હતો અને બીજીમાં બતાવાયો ન હતો. જ્યારે મુન્નાભૈયાના રોલમાં અલી ફઝલ જોવા મળે છે. ટીઝરમાં એક પણ ફિમેલ કેરેકટર જોવા મળ્યાં નથી. બીનાભાભી કે ગોલુ જોવા મળી નથી, પણ માનવામાં આવે છે કે ફિલ્મમાં તે હશે જ. જોકે આ ફિલ્મ માટે દર્શકોએ બે વર્ષની રાહ જોવાની છે.