60 વર્ષે પણ 25ના યુવાન જેવી ફિટનેસ: જાણો મિલિંદ સોમનનો ડાયટ અને ફિટનેસ મંત્ર | મુંબઈ સમાચાર
મનોરંજન

60 વર્ષે પણ 25ના યુવાન જેવી ફિટનેસ: જાણો મિલિંદ સોમનનો ડાયટ અને ફિટનેસ મંત્ર

Milind Soman Fitness Tips: એવા ઘણા બધા કલાકાર છે, જે ઉંમર વધવાની સાથે પણ એકદમ ફિટ અને તંદુરસ્ત છે, જે પૈકી મિલિંદ સોમન એક અભિનેતા છે. આજે 60 વર્ષની ઉંમરે પણ તે 25 વર્ષના યુવાન જેવી ફિટનેસ ધરાવે છે. મિલિંદ સોમનની ફિટનેસનું રહસ્ય શું છે? એ ઘણા લોકો જાણવા ઈચ્છે છે.

કયા પ્રકારનું ડાયેટ ફોલો કરે છે મિલિંદ સોમન

અભિનેતા મિલિંદ સોમન આજે એક ફિટનેસ આઇકન બની ગયો છે. તેની શાનદાર ફિટનેસ લાખો લોકોને પ્રેરણા આપી રહ્યા છે. તેની ફિટનેસનું રહસ્ય કસરત, ખુલ્લા પગે દોડવું અને ખાસ કરીને, પોષક તત્ત્વોથી ભરપૂર આહાર છે.

આ પણ વાંચો : લંડનમાં કોહલીની લીલાલહેર, પણ ફિટનેસ ટેસ્ટ આપી એટલે…

મિલિંદ સોમન પોતાના દિવસની શરૂઆત સિઝનલ ફ્રૂટ કરે છે. તે સામાન્ય રીતે એક કે બે પપૈયા અથવા અડધું તરબૂચ ખાય છે. ઉનાળાની ઋતુમાં તે પાંચથી છ કેરી ખાઈ લે છે. આ ઉપરાંત મિલિંદ સોમન પ્રોસેસ્ડ ફૂડ, ખાંડવાળા પીણાં અને માંસાહારી ખોરાકને ટાળે છે, જેને તેઓ તેમની યુવાની અને ફિટનેસનું મુખ્ય કારણ માને છે.

શરીર માટે ફાયદાકારક ખોરાકનું સૂચન

મિલિંદ સોમન માને છે કે મોસમી ફળો અને સરળ આહાર શરીરમાંથી ટોક્સિન્સ દૂર કરીને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ફળોમાં રહેલા વિટામિન સી, એ અને કે વૃદ્ધત્વ અને કરચલીઓ સામે લડવામાં મદદ કરે છે, જ્યારે પપૈયા અને કેરીમાં રહેલું બીટા-કેરોટીન ત્વચા માટે ફાયદાકારક છે. કેળામાં રહેલું પોટેશિયમ હૃદય અને બ્લડ પ્રેશર માટે ઉત્તમ છે.

આ પણ વાંચો : અચાનક યુવકને કેમ આવવા લાગ્યા વિરાટ કોહલી, ડિવિલયર્સના કોલ? રજત પાટીદાર સાથે છે કનેક્શન…

મિલિંદ સોમનનું મુખ્ય ભોજન દાળ, ભાત અને શાકભાજીનું બનેલું હોય છે, જે સાદું અને પૌષ્ટિક હોય છે. તેઓ કેલરી ગણવાને બદલે સંતોષ અને ખોરાકની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જરૂરિયાત મુજબ, તેઓ મુસલી, સૂકા મેવા અથવા અનાજ પણ ખાય છે.

સ્વસ્થ રહેવા માટે કુદરતી જીવનશૈલી અસરકારક

ઉલ્લેખનીય છે કે, મિલિંદ સોમનના ફિટનેસ મંત્રને તેમની 86 વર્ષીય માતા પણ અનુસરે છે, જે નિયમિતપણે દોડવા અને કસરત કરીને બધાને પ્રેરણા આપે છે. મિલિંદની ફિટનેસ ફિલોસોફી સાબિત કરે છે કે, સ્વસ્થ જીવન માટે મોંઘા ડાયટ પ્લાન કે આધુનિક જિમ કરતાં સરળ અને કુદરતી જીવનશૈલી વધુ અસરકારક છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button