મનોરંજન

7 વર્ષનું લગ્નજીવન તો઼ડી પતિથી અલગ થઇ આ અભિનેત્રી

ટીવીના હિટ શો ‘ઈશ્કબાઝ’માં જોવા મળેલી અભિનેત્રી નવીના બોલેને લઇને એક ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા છે. અભિનેત્રી તેનું સાત વર્ષનું લગ્નજીવન તોડીને તેના પતિથી ડિવોર્સ લેવા જઈ રહી છે. ખુદ અભિનેત્રીએ આ વાતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે તે અને તેનો પતિ જીત કરનાની ત્રણ મહિના પહેલા અલગ થઇ ગયા હતા અને તેઓ ટૂંક સમયમાં કાનૂની કાર્યવાહી શરૂ કરશે.

બંનેની પાંચ વર્ષની એક દીકરી કિમાયરા પણ છે. બંનેએ તેનું સહ-પેરેન્ટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જીત તેની દીકરી સાથે અઠવાડિયાના બે દિવસ વિતાવશે. પોતાના ડિવોર્સ અંગે ખુલીને વાત કરતા અભિનેત્રીએ જણાવ્યું હતું કે, અમારું અલગ થવું સૌહાર્દપૂર્ણ હતું અને અમે માનીએ છીએ કે સાથે રહીને દુઃખી થવા કરતાં અલગ થવું અને સુખી જીવન જીવવું વધુ સારું છે.

હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં નવીનાએ તેના પતિથી અલગ થવાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે તેણે અને જીતે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. લગ્નના થોડા સમય બાદ બંને વચ્ચે અંતર વધતું ગયું હતું. બંનેનો એકબીજા સાથે વિતાવવાનો ક્વોલિટી ટાઇમ પણ ઓછો થતો ગયો હતો. બંનેએ એકબીજા સાથે વાતચીત કરવાનું પણ સદંતર ઓછું કરી નાખ્યું હતું. અમે અમારા લગ્નને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ કંઇ જ કામ નહીં આવ્યું. આખરે અમે અલગ થવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો: બે દાયકાનો લગ્ન સંબંધ તોડી 14 વર્ષ નાની છોકરીને ડેટ કરી રહ્યો છે આ અભિનેતા, લગ્ન વિના બન્યો બે સંતાનનો પિતા

નવીના બોલેના એક્સ પતિ જીત કરનાની ફાઇનાન્શિયલ એકાઉન્ટન્ટ છે. તેમના લગ્ન 2017માં થયા હતા. 2019માં તેમણે તેમની દીકરી કિમાયરાનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું.

નવીના ‘મિલે જબ હમ તુમ’, ‘ઇશ્કબાઝ’, ‘પરશુરામ’, ‘સાજન રે જૂથ મત બોલો’ અને ‘ના બોલે તુમ ના મૈને કુછ કહા’ , ‘સીઆઈડી’, ‘અદાલત’ અને ‘જીની ઔર જુજુ’ જેવા લોકપ્રિય ટીવી શોનો ભાગ રહી છે. આ સિવાય અભિનેત્રી ટીવીના ફેમસ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ જોવા મળી છે. અભિનેત્રી લાંબા સમયથી એક્ટિંગથી દૂર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button