મનોરંજન

Metro…ઈન દિનોંઃ રિવ્યુ સારો છતાં બૉક્સ ઓફિસ પર ઠંડી શરૂઆત

વર્ષ 2007માં આવેલી લાઈફ ઈન મેટ્રોની સિક્વલ ફિલ્મ મેટ્રો ઈન દિનોં ચોથી જુલાઈએ રિલિઝ થઈ છે ત્યારે અનુરાગ બસુની ફિલ્મને રિવ્યુ તો સારા મળ્યા છે, પરંતુ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ફિલ્મ સારું કલેક્શન કરી શકી નથી. શુક્રવારે ઑપનિંગ કલેક્શન માત્ર 3.35 કરોડ થયું છે.

ફિલ્મમાં સિતારાઓની ભરમાર છે. પંકજ ત્રિપાઠી, કોંકણાસેન શર્મા, ફાતિમા સના, સારા અલી ખાન, નીના ગુપ્તા, અનુપમ ખેર સહિતના સ્ટાર્સ અને પાંચ શહેરોમાં વહેંચાયેલી વાર્તાના વખાણ થઈ રહ્યા છે. વાર્તા માનવીય સંબંધો અને તેનાથી ઉપજતા સંઘર્ષની છે. પેઢી દર પેઢી સંબંધોમાં ફરક હોય છે, પણ અંતે માણસ પ્રેમ અને હૂંફ તો ઝંખે છે અને તે ન મળે અથવા તો તે મેળવવા માટે જે મથામણ કરે છે તેની વાર્તા સરસ રીતે બસુએ જોડી છે. લેખન અને નિર્દેશનના ઘણા વખાણ થઈ રહ્યા છે અને સાથે સંગીત પણ સારું છે, છતાં ફિલ્મ દર્શકોને થિયેટરોમાં ખેંચવા સફળ થઈ નથી.

જોકે માઉથ પબ્લિસિટીથી પણ ઘણી ફિલ્મો ચાલતી હોય છે, ત્યારે વિક એન્ડમાં શહેરોમાં આ ફિલ્મને સારું કલેક્શન મળે તેવી સંભાવના છે.

મેટ્રો ઈન દિનોં ઉપરાંત પ્રભાસની કન્નપાએ રૂ. 40 કરોડનું ગ્લોબલ કલેક્શન કર્યુ છે. 20મી જૂને રિલિઝ થયેલી કુબેરાએ રૂ. 129 કરોડનું ગ્લોબલ કલેક્શન કર્યું છે તો આમિર ખાનની સિતારે ઝમીન પર ફિલ્મે રૂ. 214 કરોડનું ગ્લોબલ કલેક્શન કર્યું છે.

આ પણ વાંચો…બોક્સ ઓફિસ પર આમિરની ‘સિતારે ઝમીન પર’ છવાઈ, ‘હાઉસફુલ 5’ અને ‘માઁ’ના શું હાલ છે જાણો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button