મનોરંજન

Metro… In Dino: મ્યુઝિકલ ડ્રામાએ ધીમે ધીમે રફતાર પકડી, પણ બજેટ કવર કરવું મુશ્કેલ

પાંચ મેટ્રો સ્ટેશનમાં સંબંધોમાં તાણાબાણામાં ફસાયેલી જિંદગીની વાર્તા લઈને અનુરાગ બસુએ મેટ્રો ઈન દિનોં ફિલ્મ બનાવી, જે 2007ની લાઈફ ઈન મેટ્રોની સ્પિરિચ્યુઅલ સિક્વલ માનવામાં આવે છે. આ ફિલ્મ ચોથી જુલાઈએ રીલિઝ થઈ. કોંકણા સેન શર્માને બાદ કરતા દરેક નવા સ્ટાર સાથેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધીમે ધીમે રફતાર પકડી રહી છે, પરંતુ બજેટ કવર કરવાનું ફિલ્મ માટે આસાન નથી તેમ ઑપનિંગ ટ્રેન્ડ્સથી જણાઈ રહ્યું છે.

ફિલ્મે પહેલા દિવસે રૂ. 3.35 કરોડ સાથે શરૂઆત કરી હતી. શનિવાર અને રવિવારે થિયેટર ઑક્યપન્સી સારી હતી અને અનુક્રમે 6 અને 7.5 કરોડનું કલેક્શન થયું હતું. અત્યાર સુધીનું કલેક્શન જોઈએ તો રૂ. 16.75 કરોડ થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સારું કલેક્શન છે, પરંતુ જો ફિલ્મના બજેટને ધ્યાનમાં રાખવામાં આવે તો નિર્માતાઓએ નુકસાન વેઠવું પડશે, તેમ લાગી રહ્યું છે.

ફિલ્મનું બજેટ રૂ. 100 કરોડ હોવાનું કહેવાય છે. ફિલ્મમાં કોંકણા ઉપરાંત પંકજ ત્રિપાઠી, સારા અલી ખાન, અલી ફઝલ, ફાતિમા સના શેખ, આદિત્ય રૉય કપૂર, નીના ગુપ્તા, અનુપમ ખેર જેલા કલાકારો છે. ફિલ્મ મ્યુઝિકલ ડ્રામા છે. પ્રીતમના સંગીતે સારું આકર્ષણ જગાવ્યું છે, પરંતુ અમુક સમયે મ્યુઝિક વધુ લાઉડ લાગે છે. લાઈફ ઈન મેટ્રો જેવો જાદુ જગાવી શકાયો નથી. મેટ્રો સિટીનો સંઘર્ષ, સંબંધોમાં તિરાડો, એકસ્ટ્રા મેરિટલ અફેર જેવા વિષયોની ભરમાર ઓટીટી પર પણ જોવા મળે છે. ફિલ્મનું પ્રમોશન પણ જોઈએ તેવું થયું નથી. ફિલ્મના રિવ્યુ ઘણા સારા આવ્યા છે અને દરેક કલાકારે કામ પણ સારું કર્યું છે, છતાં ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.

આ પણ વાંચો…Metro…ઈન દિનોંઃ રિવ્યુ સારો છતાં બૉક્સ ઓફિસ પર ઠંડી શરૂઆત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button