
બોલીવૂડમાં થોડાક સમયના અંતરે એકાદ એવી ફિલ્મ આવી જાય છે જે આખા ફિલ્મજગતને જીવંત રાખે છે અને કમાણી કરી થિયેટરોને પણ કમાતા કરી દે છે. હાલમાં વિકી કૌશલની ફિલ્મ છાવાએ આ જ કામ કર્યું છે. પુષ્પા-2 ધ રૂલને બાદ કરતા છેલ્લા ત્રણેક મહિના કરતા પણ વધુ સમયથી એવી કોઈ ફિલ્મ નથી આવી જે બોક્સ ઓફિસ પર ધોમ કમાણી કરી શકી હોય. છાવાએ આ કામ કર્યું છે. ફિલ્મ હજુ પણ દર્શકોને થિયેટરોમાં ખેંચી લાવી છે. છાવાએ 15મા દિવસે રૂ. 13 કરોડની કમાણી કરી હતી. ફિલ્મએ બજેટ જેટલું તો પહેલા બે દિવસમાં કલેક્શન કરી લીધું હતું, આથી નિર્માતાઓ હવે પોતાની થેલીઓ ભરી રહ્યા છે. છાવાનું કુલ કલેક્શન રૂ. 412 કરોડ થયું છે.
આ પણ વાંચો…IIT Babaનો આરોપઃ ન્યૂઝ ચેનલમાં બોલાવ્યા બાદ કરી મારામારી
બીજી બાજુ મેરે હસબન્ડ કી બીવીએ આઠમા દિવસે જ બોક્સ ઓફિસ પર દમ તોડ્યો હોય તેવી સ્થિતિ છે. ગઈકાલે એટલે કે આઠમા દિવસે ફિલ્મ માત્ર રૂ. 30 લાખનું કલેક્શન કરી શકી હતી. અત્યાર સુધીનું ફિલ્મનું ટોટલ કલેક્શન રૂ. 7 કરોડ આસપાસ થયું છે. ફિલ્મ રકુલ પ્રીતના સસારીયા એટલે કે ભગનાની પ્રોડક્શનની છે. ફિલ્મનો રિવ્યુ એવરેજ હતો, પરંતુ દર્શકોએ એવરેજ પ્રતિસાદ પણ આપ્યો નથી. આ અઠવાડિયે પણ છાવા સામે ટકી શકે તેવી ફિલ્મ થિયેટરોમાં નથી.