દિવાળી પર રિલીઝ થયેલી ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ કે ફ્લોપ, જાણો આંકડા?
મનોરંજન

દિવાળી પર રિલીઝ થયેલી ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ કે ફ્લોપ, જાણો આંકડા?

મુંબઈઃ બોલીવુડમાં દર વર્ષે દિવાળીના તહેવાર પર મોટા બજેટ અને મોટા સ્ટાર્સકાસ્ટ વાળી ફિલ્મો રિલીઝ કરવામાં આવે છે, જેથી તહેવારની ઉત્સાહ અને દર્શકોની ભીડનો લાભ મળી શકે. પરંતુ હંમેશા આવી ફિલ્મો સુપરહિટ થતી નથી, કેટલીક વખત મોટી અપેક્ષાઓ છતાં તે બોક્સ ઓફિસ પર નિષ્ફળ જાય છે. આ વખતે આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘થામા’ દિવાળી પર રિલીઝ થઈ છે. આ અગાઉ પણ ઘણી ફિલ્મોને તહેવારની લાભ જોઈ દિવાળીના આસપાસ રિલીઝ કરવામાં આવી હતી. પરંતુ તેમને તહેવારનો લાભ ન મળ્યો પણ નુકસાન થયું હતું.

આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘થામા’ આ દિવાળી પર રિલીઝ થઈ રહી છે, જેને લઈને ઘણી અપેક્ષાઓ છે, પરંતુ તેના પહેલા ઘણી એવી ફિલ્મો દિવાળી વીકમાં આવી છે, જેમણે બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન કર્યું અને દર્શકોનું મન જીતી શકી નહીં. આવી ફિલ્મોમાં મોટા સ્ટાર્સ અને મોટા બજેટ હોવા છતાં તેમની કમાણી અપેક્ષા કરતાં ઓછી રહી.

આ અગાઉ રણબીર કપૂર અને સોનમ કપૂર અભિનીત ફિલ્મ ‘સાંવરિયા’ વર્ષ 2007માં દિવાળી પર રિલીઝ થઈ હતી, પરંતુ તે દર્શકોને પ્રભાવિત કરી શકી નહીં અને તેની કમાણી અપેક્ષા કરતાં ઓછી રહી. તેમજ સંજય દત્ત અને અક્ષય કુમાર અભિનીત ‘બ્લુ’ વર્ષ 2009માં દિવાળી પર આવી હતી, જે બિગ બજેટ ફિલ્મ હતી, પરંતુ 75 કરોડના બજેટ સામે માત્ર 68 કરોડની કમાણી કરી અને ફ્લોપ થઈ હતી.

અક્ષય કુમાર અને ઐશ્વર્યા રાય અભિનીત ‘એક્શન રિપ્લે’ વર્ષ 2010માં દિવાળી પર રિલીઝ થઈ હતી, જે ટાઈમ-ટ્રાવલ આધારિત કોમેડી હતી અને તેમની જોડીને લઈને મોટી અપેક્ષાઓ હતી, પરંતુ તેણે માત્ર 40.36 કરોડની કમાણી કરી. વર્ષ 2018માં આમિર ખાન અને અમિતાભ બચ્ચન અભિનીત ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ને પણ મોટી અપેક્ષાઓ હતી, પરંતુ તે દર્શકોની અપેક્ષા પર ખરી ન ઉતરી અને ખરાબ રીતે ફ્લોપ થઈ.

સલમાન ખાન, કરીના કપૂર અને સોહેલ ખાન અભિનીત ફિલ્મ ‘મેં ઔર મિસિસ ખન્ના’ વર્ષ 2009માં દિવાળી પર રિલીઝ થઈ હતી, જેને ઘણી અપેક્ષાઓ સાથે રિલીઝ કરવામાં આવી હતી. પરંતુ તેનું પ્રદર્શન ખરાબ રહ્યું અને તેણે માત્ર 7 કરોડની કમાણી કરી. વ્યૂઅર્સે તેમની સ્ટોરી ખરાબ ગણાવી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button