Katrina Kaifએ અંબાણી પરિવારના કયા સભ્યના કર્યા વખાણ

નીતા અંબાણી અને મુકેશ અંબાણી (Ambani family) ના નાના દીકરા અનંત અંબાણીની પ્રિ વેડિંગ ઈવેન્ટ્સની (pre wedding) જેટલી વાતો થાય તેટલી ઓછી. પહેલા જામનગર અને પછી ઈટલીમાં પ્રિ વેડિંગ પાર્ટીના ઝાકમઝોળથી સોશિયલ મીડિયા છલકાય છે. અંબાણી પરિવારના એક પછી એક સભ્યના ફોટા અને ત્યાં આવેલા મહેમાનો સિતારાઓએ કરેલી મસ્તીના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ રહ્યા છે. તેવામાં અંબાણી પરિવારના એક સભ્યના ફોટા પોસ્ટ થયા તો અભિનેત્રી કેટરિના કેફે પણ તેના વખાણ કર્યા છે. આ ફોટા પ્રિ-વેડિંગ્સમાં છવાયેલા રહેતા નીતા અંબાણીના (Neeta Ambani) નથી કે નથી તેમની બન્ને વહુ રાધિકા કે શ્લોકાના. (Radhika and Shloka) આ ફોટા છે અંબાણી પરિવારની લાડલી અને પિરામલ પરિવારની વહુ ઈશા અંબાણીના. (Isha Ambani)
ઈશાના ફોટા સ્ટાઈલિસ્ટ અનાહીતા શ્રોફ અડાજાણીયાએ પોસ્ટ કર્યા છે, જેમાં ઈશાની સ્ટાઈલ્સ પર સૌ કોઈ ફીદા થઈ ગયા છે. ઈશાએ યલ્લો એન્ડ બ્લેક ડ્રેસમાં, એક ફીટેડ બ્લેક ગાઉનમાં અને સિલ્ક આઈવરી ડ્રેસમાં ફોટા શેર કર્યા છે. કેટરિનાએ આ ફોટા જોઈને લખ્યું છે સ્ટનિંગ અને સાથે રેડ હાર્ટ ઈમોજી પણ છે.
અંબાણી પરિવારમાં બે પ્રિ વેડિંગ ઈવેન્ટ બાદ હવે 12 જુલાઈએ મુંબઈ ખાતે લગ્ન યોજાવાના છે. લગ્ન પહેલા પણ તમામ વિધિઓ અને રિવાજો અનુસરવામાં આવશે.