તુમ્હેં મૌત મુબારક હો, અબ યહાં લૌટકર… ટ્રેજેડી ક્વીન મીનાકુમારીને પત્રમાં કોણે કહ્યું આવું? | મુંબઈ સમાચાર

તુમ્હેં મૌત મુબારક હો, અબ યહાં લૌટકર… ટ્રેજેડી ક્વીન મીનાકુમારીને પત્રમાં કોણે કહ્યું આવું?

આજે બોલીવૂડની દિગ્ગજ, મોસ્ટ બ્યુટીફૂલ બટ ટ્રેજેડી ક્વીનના નામે ઓળખાતી એક્ટ્રેસ મીનાકુમારીનો જન્મદિવસ છે. આજે પણ મીનકુમારીને લોકો તેની સુંદરતા અને દમદાર એક્ટિંગ માટે યાદ કરે છે.

બોલીવૂડના પોતાના શોર્ટ કરિયરમાં પાકિઝા, સાહિબ બીબી ઔર ગુલામ જેવી ક્લાસિક ફિલ્મો આપી હતી. મીનાકુમારીની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફ પણ એટલી જ ચર્ચામાં રહી હતી, જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું. બોલીવૂડ એક્ટ્રેસ નરગીસ દત્તે મીનાકુમારીને તેના નિધન પર શુભેચ્છા પાઠવી હતી, ચાલો જાણીએ આખરે આ પાછળની સચ્ચાઈ-

આપણ વાંચો: ભારતીય સિનેમાની પ્રથમ ટ્રેજેડી ક્વીન: મીનાકુમારી

પિતા મૂકવાના હતા અનાથાશ્રમમાં, પણ.. .

જી હા, તમને જાણીને નવાઈ લાગશે કે આટલી પ્રતિભાશાળી દીકરીને તેના પિતા બાળપણમાં અનાથાશ્રમમાં મૂકી આવવાના હતા, કારણ કે તેઓ દીકરીના જન્મથી ખુશ નહોતા. પરંતુ બાદમાં તેમનું હૃદય પરિવર્તન થયું અને ઘરનો ખર્ચ ઉપાડવા માટે તેમણે મીનાકુમારીને ચાર વર્ષની ઉંમરે ફિલ્મલાઈનમાં મોકલી દીધી હતી. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પહેલી ફિલ્મમાં કામ કરવા મીનાકુમારીને 25 રૂપિયાનું મહેનતાણું મળ્યું હતું.

18 વર્ષે પરિણીત વ્યક્તિ સાથે થયો પ્રેમ

મીના કુમારીએ 1952માં અઢાર વર્ષની ઉંમકે કમાલ અમરોહી સાથે લગ્ન કર્યા હતા, જેઓ પહેલાંથી જ પરિણીત હતા. ફિલ્મ અનારકલીના શૂટિંગ સમયે મીનાકુમારી અને કમાલ અમરોહી એકબીજાની નજીક આવ્યા અને તેમણે છુપીને લગ્ન કરી લીધા. લગ્ન બાદ મીનાકુમારી તેમના પિતા સાથે જ રહેતા હતા, અને જ્યારે તેમના પિતાને આ વાતની ખબર પડી ત્યારે તેમણે તેમને મીનાકુમારીને ઘરથી બહાર કાઢી દીધી.

આપણ વાંચો: રામભક્ત હનુમાનની ફિલ્મમાં મીનાકુમારી..!

જેની સાથે સુખુ જીવન જીવવાના સપના જોયા એણે જ…

પિતાના ઘરેથી નીકળીને મીનાકુમારી કમાલ અમરોહીના ઘરે આવી ગયા, પણ અહીં એની જિંદગીમાં મોટો વળાંક આવ્યો. મીનાકુમારી અને કમાલ અમરોહીના સંબંધોમાં ખટપટ થવા લાગી, કમાલ મીનાકુમારી પર હાથ ઉપાડતા. અને ખુદ મીનાકુમારીની સારી મિત્ર અને બોલીવૂડ એક્ટ્રેસ નરગિસ દત્તે આ વાતનો સ્વીકાર કર્યો હતો.

નરગિસે પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ મીનાકુમારીની જિંદગી નર્ક બની ગઈ હતી. મીનાકુમારી કમાલથી અલગ થઈને મહેમુદના ઘરે રહેવા લાગી અને આ બધી સમસ્યાથી કંટાળીને દારૂના નશામાં ધૂત રહેતા. છેલ્લે તેમને કમળો થઈ ગયો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થઈ ગયું.

આપણ વાંચો: ફ્લૅશ બૅક : બહેનોનું ગીત બહેનો પર પિક્ચરાઈઝ થયું

નહોતા હોસ્પિટલનું બિલ ચૂકવવાના પૈસા

પહેલી ઓગ્સ્ટ, 1933ના જન્મેલા મીનાકુમારીના પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમના નિધન બાદ હોસ્પિટલનું બિલ ચૂકવવાના પણ પૈસા નહોતા. આવી સ્થિતિમાં મીનાકુમારીની સારવાર કરનારા ડોક્ટરોએ તેમનું બિલ ક્લિયર કર્યું હતું જેથી એક્ટ્રેસના પરિવારના સભ્યો તેનો મૃતદેહ લઈ જઈ શકે.

નરગીસે મૃત્યુ પર મીનાકુમારીને શુભેચ્છા આપતો પત્ર લખ્યો

નરગીસે મીનાકુમારીના નિધન પર તેમના માટે એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે મીના તને મૃત્યુ મુબારક. હવે બીજી વખત પાછી આ દુનિયામાં ક્યારેય ના આવીશ. આ દુનિયા તારા જેવા સારા લોકો માટે છે જ નહીં… આ પત્ર એ સમયે ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button