મીનાક્ષી શેષાદ્રીએ કરિયરની ટોચ પર શા માટે છોડી દીધી હતી ફિલ્મો, બાળકો શું કરે છે? | મુંબઈ સમાચાર
મનોરંજન

મીનાક્ષી શેષાદ્રીએ કરિયરની ટોચ પર શા માટે છોડી દીધી હતી ફિલ્મો, બાળકો શું કરે છે?

એંસીના દાયકાની સુંદર અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી તેના દમદાર અભિનય તેમ જ તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. મીનાક્ષીએ 1995માં અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હરીશ મૈસૂર સાથે લગ્ન કર્યા. અભિનેત્રીએ તેની કારકિર્દીની ટોચ પર હતી ત્યારે લગ્ન કર્યા હતા. તેના લગ્ન પછી સની દેઓલ અભિનીત તેમની ફિલ્મ ‘ઘાતક: લીથલ’ (1996) રિલીઝ થઈ, જે ઓલટાઇમ બ્લોકબસ્ટર બની.

હિન્દી ફિલ્મ ‘ઘાતક’ પછી મીનાક્ષી કોઈ પણ ફિલ્મમાં અભિનેત્રી તરીકે જોવા મળી નથી. તે 1998 માં આવેલી ફિલ્મ સ્વામી વિવેકાનંદ અને 2016 માં આવેલી ફિલ્મ ઘાયલ: વન્સ અગેનમાં જોવા મળી હતી. આ પછી અભિનેત્રી ફરી ક્યારેય પડદા પર જોવા મળી નથી.

આ પણ વાંચો : નેશનલ એવોર્ડમાં રાણી મુખર્જીના લૂક કરતાં વધારે ચર્ચા નેકપીસની, જાણી લો શું છે ખાસ?

હવે, અભિનેત્રી ફક્ત તેના ડાન્સ રીલ્સને સોશિયલ મીડિયા પર શેર કરે છે અને ઘણી પ્રશંસા મેળવે છે. તેની હિટ ફિલ્મોમાં ‘હીરો’, ‘શહેનશાહ’, ‘ઘર હો તો ઐસા’, ‘ઘાયલ’, ‘દામિની’ અને ‘આદમી ખીલોના હૈ’નો સમાવેશ થાય છે. “હીરો” તેમના કરિયરની બીજી ફિલ્મ હતી, જેનાથી તેમને બોલિવૂડમાં ઓળખ મળી. આ ફિલ્મમાં જેકી શ્રોફ તેમના સહ-કલાકાર હતા, અને તે અભિનેતાની પહેલી ફિલ્મ હતી.

ઘણા વર્ષો સુધી ફિલ્મી દુનિયાથી દૂર રહ્યા બાદ ગયા વર્ષે 2024માં તેણે પુનરાગમનની જાહેરાત કરી. ચાલો અમે તમને તેના બાળકો વિષે જણાવીએ. મીનાક્ષી અને તેના પતિ હરીશ મૈસૂરને બે બાળકો છે. મોટી દીકરી કેન્દ્રા અને દીકરો જોશ મૈસૂર. બંને અમેરિકામાં મોટા થયા છે. કેન્દ્રા બિઝનેસ વર્ડમાં નામ કરી રહી છે. તે એક ફિંટેક કંપની સાથે જોડાયેલી છે અને સ્ટાર્ટઅપમાં આગળ વધવા માંગે છે. જ્યારે જોશ કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરે છે અને ટેક્નોલોજીમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે.

આ પણ વાંચો : અંબાણી પરિવારનું આલાગ્રાન્ડ નવરાત્રિ સેલિબ્રેશન, ફોર અ ચેન્જ શ્લોકા અને વેદાએ લૂંટી લાઈમલાઈટ…

મીનાક્ષીએ ઘણા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમણે તેમના બાળકોને વ્યવસાય પસંદ કરવાની પુરી છૂટ આપી છે. તેમણે બને બાળકોને ભારતીય સંસ્કાર આપ્યા છે. મીનાક્ષીએ તેમને ભરતનાટ્યમ, કથક, ઓડિસી જેવા નૃત્યો પણ શીખવ્યા છે. જયારે મીનાક્ષીએ 28 વર્ષ પછી ફિલ્મી દુનિયામાં પાછા ફરવાનો નિર્ણય કર્યો ત્યારે તેના બંને બાળકોએ તેને સપોર્ટ કર્યો હતો. આજે બને પોતાના વ્યવસાયમાં સારું કામ કરી રહ્યા છે અને માતાની નવી શરૂઆત પર ગર્વ કરે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button