Mastiii-4નું ટીઝર આઉટઃ વિવેક ઓબેરોયનું કમબેક પણ એ જ બોરિંગ કોન્સેપ્ટ

રાઈટર ડિરેક્ટર મિલાપ ઝવેરીની મસ્તી ફ્રેન્ચાઈઝીની ચોથી સિરિઝ મસ્તી-4નું ટીઢર આઉટ થયું છે. આ ફિલ્મમાં ઘણા સમય બાદ વિવેક ઓબેરોય જોવા મળ્યો છે. મસ્તી-4માં રીતેશ દેશમુખ, આફતાબ શિવદાસાની અને વિવેક છે. ફિલ્મનું ટીઝર જોતા એ જ ચેનચાળા અને હલકી કોમેડી હોવાનું દેખાઈ રહ્યું છે.
જોકે ડિરેક્ટર મિલાપે કહ્યું છે કે ફિલ્મમાં કોઈ વલ્ગર સિન નથી, પરંતુ ટીઝર જોઈને લાગી રહ્યં છે કે ફિલ્મ સાફસુથરી તો નથી. આ સિરિઝમાં પણ ત્રણેય પરણેલા મિત્રો લલનાઓ પાછળ લટ્ટુ થતાં દેખાઈ આવે છે. હીરોઈનો એલનાઝ નૌરોઝી, શ્રેયા શર્મા, રૂહી સિંહ છે, આથી કોઈ જાણીતો ચહેરો નથી. ત્રણેય માત્ર હોટનેસનો તડકો મારવા માટે હેવાનું જણાય છે.
મિલાપ ઝવેરીએ ઇન્સ્ટાગ્રામ પર ટીઝર શેર કરતા લખ્યું છે કે પહેલા મસ્તી, પછી ગ્રાન્ડ મસ્તી, પછી ગ્રેટ ગ્રાન્ડ મસ્તી અને હવે મસ્તી 4 આવશે. આ વખતે ચાર ગણા તોફાન, મિત્રતા અને કોમેડી હશે. તેમાન પોસ્ટરમાં ડેટ પર જાહેર કરવામાં આવી છે. મસ્તી-4 થિયેટરોમાં 21મી નવેમ્બરે રિલિઝ થશે.
આ ટીઝર જોઈને અમુક નેટીઝન્સ કહી રહ્યા છે કે પુરુષો ઈચ્છશે કે આ ફિલ્મનો એકપણ સિન કટ ન થાય, પરંતુ સેન્સર બર્ડ કાતર ચલાવે તેમ લાગે છે. હવે જોઈએ ફિલ્મ રિલિઝ થાય છે તે પહેલા સેન્સર બોર્ડ કેટલી કાતર ચલાવે છે અને રિલિઝ થાય પછી દર્શકો કેટલી મસ્તી બતાવે છે.