સ્કાયફોર્સની રિલિઝ પહેલા અક્ષયકુમારની વધી મુશ્કેલી, મનોજ મુંતશીર લેશે લીગલ એક્શન ?
સ્કાયફોર્સ એ1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારીત ફિલ્મ છે. આ ફિલ્મમાં સારા અલી ખાન અને નિમરત કૌર સાથે અક્ષય કુમાર અને વીર પહાડીયા છે.અક્ષયકુમારની સ્કાયફોર્સ ‘(skyforce) 24 જાન્યુવારીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં જ ફિલ્મના એક ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર તનિષ્ક બાગચી અને બી પ્રાકને જ ક્રેડિટ આપવામાં આવ્યું છે . ત્યારબાદ બબાલ થઈ હતી. મનોજ મુંતશીરે સ્કાય ફોર્સ ગીતના ટીઝરમાં ગીતકાર તરીકેનો શ્રેય ન આપવા બદલ જિયો સામે કાનૂની કાર્યવાહીની ધમકી આપી છે અને સ્કાયફોર્સના નિર્માતાઓ સામે નારાજગી પણ દેખાડી છે અને કહ્યું કે જો આ ભૂલને તરત જ સુધારવામાં નહીં આવે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.
હાલમાં અક્ષય લાઈમલાઈટમાં છે. તેની ફિલ્મ સ્કાયફોર્સ રીલીઝ થવાની છે. હાલમાં કલાકારો ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. સ્કાયફોર્સનું ટ્રેલર થોડા દિવસ પહેલા જ આવ્યું હતું, જેનો સારો રિસ્પોન્સ મળ્યો હતો. પરંતું રિલીઝ થવાના 15 દિવસ પહોલા મેકર્સનું ટેન્શન વધ્યું છે. સ્કાયફોર્સનું એક ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે. માયે ગીત રાષ્ટ્રભક્તિનું ગીત હોવાનું જણાઈ રહ્યું છે. તેનું ટીઢર પણ સોશિયલ મીડિયા પર છવાયેલુંછે. જેમાં માત્ર તનિષ્ક બાગચી અને બી પ્રાકને જ ક્રેડિટ આપવામાં આવ્યું છે. આ જોઈને મનોજ મુંતશીર ગુસ્સે થઈ ગયો હતો. હવે તેણે ટ્વીટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
શું કાયદેસર કાર્યવાહી કરશે મનોજ મુંતશીર? મનોજ મુંતશીરે પોતાના ટ્વીટમાં Jio Studios, Maddock Films અને Saregama Global ને ટેગ કરીને લખ્યું છે- આ ગીત માત્ર ગાયું અને કમ્પોઝ કરવામાં આવ્યું નથી. તે કોઈ વ્યક્તિ દ્વારા લખવામાં આવ્યું છે અને તેણે પોતાનું લોહી અને પરસેવો એક કરી નાખ્યો છે. આ રીતે ગીતકારનું નામ હટાવવું ખોટું છે. જે આ કામનું સન્માન થતું હોય તેમ દર્શાવતું નથી. જો આને તરત જ સુધારવામાં નહીં આવે તો હું કાયદાકીય પગલા લઈશ.
Also read:યાદ કીયા દિલને…11 વર્ષની ઉંમરે પહેલી ગઝલ લખી હતી કલમના આ જાદુગરે
શું મેકર્સ ગીતમાં મુંતશીરને ક્રેડિટ આપશે? સ્કાયફોર્સના મેકર્સએ આ અંગે કોઈ સ્પસ્ટતા કરી નથી. પરંતુ હવે એ જોવાનું રહેશે કે મેકર્સ મનોજ મુંતશીરને ક્રેડિટ આપશે કે નહીં. જો આવું ન કરવામાં આવે તો અક્ષયની ફિલ્મ સામે અડચણ ઊભી થશે. મેકર્સ પણ ઈચ્છે છે કે સમસ્યાનું નિરાકરણ આવે પરંતુ મનોજ મુંતશીરની વાતને ગંભીરતાથી લેવામાં આવી છે કે નહીં તે તો ગીત રિલીઝ થયા પછી જ ખબર પડશે.