‘ઘૂસખોર પંડિત’ ફિલ્મ વિવાદ અંગે મનોજ બાજપેયીએ મૌન તોડ્યું! જાણો શું કહ્યું

મુંબઈ: ઓવર ધ ટોપ(OTT) પ્લેટફોર્મ નેટફ્લિક્સે તાજેતરમાં મનોજ બાજપેયી સ્ટારર ફિલ્મની જાહેરાત કરી હતી, આ ફિલ્મ તેના ટાઈટલ અને કન્ટેન્ટને કારણે વિવાદોમાં ઘેરાઈ છે. ‘ઘૂસખોર પંડત’ ટાઈટલ સાથેની આ ફિલ્મ સામે બ્રાહ્મણ સમાજે વાંધો ઉઠાવ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના આદેશ પર લખનઉમાં ફિલ્મના દિગ્દર્શક અને ટીમના સભ્યો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે, એવામાં મનોજ બાજપેયીએ આ વિવાદ અંગે મૌન તોડ્યું છે.
ફિલ્મના પ્રોડ્યુસર અને જાણીતા ફિલ્મ ડાયરેક્ટ નીરજ પાંડેએ X પર એક નિવેદન પોસ્ટ કરીને ફિલ્મ વિષે સ્પષ્ટતા કરી હતી. X પર નીરજના નિવેદનને શેર કરતા મનોજે બાજપેયીએ લખ્યું કે, “હું લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી લાગણીઓ અને ચિંતાઓનો આદર કરું છું, અને તેમને ગંભીરતાથી લઇ રહ્યો છું. જ્યારે તમે કોઈ એવા કામનો ભાગ હોવ છો જે કેટલાક લોકોને દુઃખ પહોંચાડે છે, ત્યારે તે તમને વિચારવા માટે મજબૂર કરે છે.”
સ્પષ્ટતા કરતા મનોજ બાજપેયીએ કહ્યું, ” હું એક અભિનેતા છું, હું એક પાત્રનાં રૂપે ફિલ્મમાં પ્રવેશ કરું છું. આ ફિલ્મમાં મારા માટે આ પાત્ર એક એવા વ્યક્તિનું છે કે ભૂલો કરે છે અને પછી તેને આત્મ-જ્ઞાન થાય છે, જેની વાર્તા આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. આ કોઈ સમુદાય વિશે ટીપ્પણી નથી.”
નીરજ પાંડેનો બચાવ કર્યો:
નીરજ પાંડેનો બચાવ કરતા મનોજે કહ્યું, “નીરજ પાંડે સાથે મેં અગાઉ પણ કામ કર્યું છે, અનુભવ મુજબ તેઓ પોતાની ફિલ્મો પ્રત્યે ગંભીરતા અને કાળજી જાળવે છે. લોકોની ભાવનાને ધ્યાનમાં ફિલ્મ નિર્માતાઓએ રાખીને, હાલ પૂરતું પ્રમોશનલ કન્ટેન્ટ દૂર કર્યું છે. કેટલાક મુદ્દાઓને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે.”
I respect the emotions and concerns people have shared, and I take them seriously. When something you are part of causes hurt to some people, it makes you pause and listen.
— manoj bajpayee (@BajpayeeManoj) February 6, 2026
As an actor, I come to a film through the character and the story I am playing. For me, this was about… https://t.co/IGlQtLQeNs
નીરજ પાંડે કરી હતી આવી સ્પષ્ટતા:
નીરજ પાંડેએ તેમના નિવેદનમાં લખ્યું હતું કે ઘૂસખોર પંડતની વાર્તા કાલ્પનિક છે અને તેનો કોઈ જાતિ કે સમુદાય સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું કે ફિલ્મના ટાઈટલથી દર્શકોના એક વર્ગને ‘દુઃખ’ થયું છે. ફિલ્મનું તમામ પ્રમોશનલ મટિરિયલ દૂર કરવામાં આવ્યું છે.
આપણ વાંચો: કોમેડિયનની ટ્રેજડીઃ રાજપાલ યાદવે તિહાર જેલમાં કર્યું આત્મસમર્પણ: જાણો શું છે મામલો



