પોલીસ સ્ટેશન મેં ભૂતઃ સત્યાની જોડી 30 વર્ષ બાદ આવી રહી છે હૉરર કોમેડી ફિલ્મ લઈને | મુંબઈ સમાચાર
મનોરંજન

પોલીસ સ્ટેશન મેં ભૂતઃ સત્યાની જોડી 30 વર્ષ બાદ આવી રહી છે હૉરર કોમેડી ફિલ્મ લઈને

મુંબઈનું ભાઈ કલ્ચર, ગોળીઓનો વરસાદ, ગૂંડાઓની પર્સનલ લાઈફ અને નંબર વન મ્યુઝિક સાથેની લગભગ ત્રીસેક વર્ષ પહેલાની સત્યા ફિલ્મ યાદ છે. ભીખુ મ્હાત્રે, સત્યા, કલ્લુમામા જેવા યાદગાર પાત્રો અને સપને મે મિલતી હૈ, ગોલી માર ભેજે મેં જેવા ગીતોને લીધે સુપરહીટ સાબિત થયેલી ફિલ્મ સત્યાની જોડી મનોજ વાજપેઈ અને નિર્દશક રામગોપાલ વર્માએ દર્શકોને પ્લીઝન્ટ સરપ્રાઈઝ આપી છે. બન્ને 30 વર્ષ બાદ ફરી એકસાથે આવી રહ્યા છે. ફિલ્મનું પોસ્ટર પણ રિલિઝ કરી દીધું છે અને એક શિડ્યુઅલનું શૂટિંગ પણ પૂરું થઈ ગયું છે, તેવી માહિતી મળી છે.

ફિલ્મનું ટાઈટલ પણ એટલું જ ઈન્ટરેસ્ટિંગ છે. પુલીસ સ્ટેશન મે ભૂત police-station-mein-bhoot આ નામની ફિલ્મ આવી રહી છે. જે હોરર કોમેડી છે. ફિલ્મમાં મનોજ વાજપેઈ અને જેનેલિયા ડિસોઝા છે.

મનોજે આ ફિલ્મ વિશે લખ્યું છે સત્યા સે અબ તક, 30 વર્ષ બાદ ફરી જોડાવાનું રોમાચંક છે. અમારી નવી હોરર કોમેડી પોલીસ સ્ટેશન મે ભૂત ઘણી ખાસ છે.

સત્યા ફિલ્મ બાદ મનોજ અને રામગોપાલે કૌન, રોડ અને શૂલ જેવી સારી ફિલ્મો આપી છે. હવે આ ફિલ્મ જોઈને પણ લાગે છે કે બન્ને કંઈક નવું લાવ્યા છે અને આ પણ એક અલગ પ્રકારનો અનુભવ દર્શકોને કરાવશે. જોકે રામગોપાલ વર્માની અમુક ફિલ્મો પિટાઈ પણ ગઈ છે. ફિલ્મનું મોશન પોસ્ટર ડરામણું તો છે જ પણ સાથે ફિલ્મ જોવા લલચાલે તેવું છે. હવે ફિલ્મ ક્યારે આવે છે અને દર્શકોને ડરાવે અને હસાવે છે કે પછી નિર્માતા ડરે છે અને રડે છે તે જોવાનું રહેશે.

આપણ વાંચો:  Priya Marathe death: એક ઑનસ્ક્રીન બહેન રડી પડી અને બીજી તો સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button