નેપાળમાં ચાલી રહેલી આંધાધૂંધીએ આ બોલીવૂડ એક્ટ્રેસન કરી નાખી દુઃખી કારણ કે… | મુંબઈ સમાચાર
મનોરંજન

નેપાળમાં ચાલી રહેલી આંધાધૂંધીએ આ બોલીવૂડ એક્ટ્રેસન કરી નાખી દુઃખી કારણ કે…

તમે વિશ્વના ગમે તે ખૂણામાં રહો જો તમારા વતનમાં કોઈ સમસ્યા ઊભી થાય તો ચોક્કસ મન દુઃખે. બે ત્રણ દિવસથી આપણા પાડોશી દેશ નેપાળમાં જે થઈ રહ્યું છે, તેનાથી આપણને પણ દુઃખ થાય છે તો જે લોકો નેપાળમાં જનમ્યા છે, મોટા થયા છે તેમને સ્વાભાવિક રીતે નિરાશા થવાની જ. આવી જ નિરાશા અને દુઃખ બોલીવૂડની અભિનેત્રી મનીષા કોઈરાલાએ વ્યકત કર્યું છે. નેપાળના રાજકારણીય પરિવાર સાથે સંકળાયેલી હોવાથી મનીષા માટે આ સ્થિતિ વધારે દુઃખ દેનારી છે.

નેપાળમાં સોશિયલ મીડિયા સાઈટ્સ પર પ્રતિબંધના વિરુદ્ધમાં તોફાન ફાટી નીકળ્યા છે ત્યારે યુવાનોના સમર્થનમાં બોલીવૂડ એક્ટ્રેસ મનીષા કોઈરાલા આવી છે અને તેણે એક પોસ્ટ લખી છે. આ સાથે તેણે નેપાળના પહેલા પ્રધાન અને દાદા બીપી કોઈરાલાને પણ યાદ કર્યા છે.

મનીષાએ લખ્યું છે કે નેપાળના પહેલા વડા પ્રધાન પ્રેમ અન સંઘર્ષને સ્વર દેનારા લેખક બીપી બાબાને તેમના જન્મદિવસ પર યાદ કરું છું. આજે જ્યારે યુવાનો સ્વતંત્રતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ આવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે તેમના શબ્દો ખૂબ જ યાદ આવે છે. લોકતંત્ર અવિભાજ્ય છે, જો તમે તમારા દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થા ચાહો છો તો તમે તમામ પ્રકારના સંઘર્ષોની ઉપેક્ષા ન કરી શકો.

મનીષાએ અગાઉ એક પોસ્ટ શેર કરી હતી જેમાં માત્ર લોહીના ડાઘાવાળું એક શૂઝની ઈમેજ તેણે પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે નેપાળ માટે આજનો દિવસ કાળો દિવસ છે. જ્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા યુવાનોને સરકારે ગોળીઓ આપી છે.

મનીષાની પોસ્ટ પર યુઝર્સ રિએક્ટ કરી રહ્યા છે. મનીષાને આ મામલે યુવાનોનો સાથ આપવા અને પોતાના સંપર્કોનો ઉપયોગ કરવા કરી રહ્યા છે તો અમુક યુઝર્સ માત્ર બે પોસ્ટ લખીને બેસી જવા નહીં પણ પ્રત્યક્ષ કંઈક કરવા જણાવી રહ્યા છે.

આ પણ વાંચો…હિંસક પ્રદર્શનો વચ્ચે નેપાળમાં રહેતા ભારતીયો માટે વિદેશ મંત્રાલયની એડવાઇઝરી; જાણો શું કહ્યું?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button