મનોરંજન

મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા માઠા સમાચાર, મશહૂર સિંગરે દુનિયાને કહ્યું અલવિદા…

સંગીત ક્ષેત્રનો એક ઝળહળતો સિતારો ખરી પડ્યો છે. રાજસ્થાની લોકસંગીતના પ્રખ્યાત ગાયક અને બાડમેર બોયઝ બેન્ડના લીડ સિંગર મંગે ખાનનું 49 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી હૃદય રોગથી પીડાતા હતા અને તાજેતરમાં તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. તેમના અવસાનથી સંગીત જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ બાળકો છે.

તેમના સાથી અને આમરસ રેકોર્ડ્સના સ્થાપક આશુતોષ શર્માએ જણાવ્યું હતું કે હોસ્પિટલ જતા રસ્તામાં તેણે તેમની સાથે વાત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ ઠીક છે. અને ઑપરેશન બાદ મળીશું.

આશુતોષ શર્માએ જણાવ્યું હતું કે, ‘મંગેના જવાથી એક ખાલીપો સર્જાયો છે જે ભરી શકાય તેમ નથી. તે એક પ્રિય મિત્ર અને અસાધારણ અવાજ ધરાવતો અદ્ભુત માણસ હતો. આટલી નાની વયે તેમનું દુઃખદ અવસાન માત્ર તેમના પરિવાર અને અમારા માટે જ નહીં પરંતુ સંગીત ઉદ્યોગ માટે પણ એક મોટી ખોટ છે. એવો અવાજ જે ક્યારેય બદલી શકાતો નથી. શર્માએ જણાવ્યું હતું કે તે 2010માં મંગે ખાનને મળ્યો હતો, જ્યારે તે રૂકમા બાઈને રેકોર્ડ કરવા માટે રાજસ્થાનના બાડમેરના રામસર ગામમાં ગયો હતો. એ સમયે મંગે ખાને પોતાના ગીતો રેકોર્ડ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

મંગે ખાનની શરૂઆત આશુતોષ શર્મા સાથેના ‘ચલ્લા ચલ્લા’ અને ‘પીર જલાની’ જેવા ગીતોથી થઈ હતી, જે પાછળથી કોક સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવી હતી. મંગે ખાન અને બાડમેર બોયઝે 2011 માં દિલ્હીના સિરી ફોર્ટ ખાતે તેમના પ્રથમ પ્રદર્શન સાથે ભારતીય લોક સંગીતના ક્ષેત્રમાં તેમની છાપ છોડી હતી. તેમના નિધનથી સંગીતપ્રેમીઓ અને તેમના ચાહકો માટે મોટો આઘાત લાગ્યો છે. મંગે ખાનનો અવાજ અને તેમની સંગીત શૈલી હંમેશા લોકોના દિલમાં જીવંત રહેશે. તેમના જવાથી જે ખોટ પડી છે તે તો પૂરી નહીં શકાય, પરંતુ તેમનું સંગીત સદીઓ સુધી યાદ રહેશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button