શું મંદિરા બેદી 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2'માં એન્ટ્રી કરશે? | મુંબઈ સમાચાર

શું મંદિરા બેદી ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2’માં એન્ટ્રી કરશે?

ટેલિવિઝનની જાણીતી સિરિયલ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ની નવી સીઝન રિલીઝ થતાં જ ટીવી પર છવાઈ ગઈ છે. આ શોમાં સ્મૃતિ ઈરાની તુલસીની મુખ્ય ભૂમિકામાં છે. શોની ભાવનાત્મક વાર્તા યાદગાર પાત્રો અને પ્રતિષ્ઠિત તુલસી વિરાણીની હાજરી ચાહકોને જકડી રાખે છે. દરમિયાન હવે એવા અહેવાલો છે કે શોના શરૂઆતના કલાકારોમાંથી એક જાણીતું નામ મંદિરા બેદી શોમાં આવી શકે છે.

અહેવાલો અનુસાર મંદિરા બેદી લગભગ 25 વર્ષ પછી ટીવી પર પાછી ફરવા માટે તૈયાર છે. તે ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ દ્વારા વાપસી કરી રહી છે. મંદિરાએ શોની પહેલી સીઝનમાં ડૉ. મંદિરા કાપડિયાની ભૂમિકા ભજવી હતી. તેણે અમર ઉપાધ્યાયની ગર્લફ્રેન્ડની નાની પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો: ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી-2માં ફિલ્મસ્ટાર બની ગયેલા આ પાત્રો પણ દેખાશે?

તેની ભૂમિકાએ વિરાણી પરિવારની વાર્તામાં જબરદસ્ત નાટક અને તણાવ પેદા કર્યો હતો. તેણે ચાહકોના દિલ જીતી લીધા હતા. હવે જ્યારે મંદિરાના ‘ક્યુંકી સાસ ભી કભી બહુથી 2’ માં વાપસીના અહેવાલો આવી રહ્યા છે, ત્યારે શોમાં તે જૂના પાત્રમાં જોવા મળશે કે નવા તે જોવું રસપ્રદ રહેશે. શોમાં મંદિરાના પ્રવેશ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

તમને જણાવી દઈએ કે ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’ સ્ટાર પ્લસ પર રાત્રે 10:30 વાગ્યે આવી રહી છે. આ શો દ્વારા સ્મૃતિ ઈરાનીએ ઘણા વર્ષો પછી કમબેક કર્યું છે. શોમાં તેની સામે અમર ઉપાધ્યાય મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો: કિયારા અડવાણીને રિજેક્શનનો સામનો કરવો પડ્યો પણ નસીબ એવું પલટાયું કે, રાજ કરે છે

શોમાં હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન જેવા સ્ટાર્સ પણ જોવા મળી રહ્યા છે. શોના પહેલા એપિસોડમાં તુલસી અને મિહિર તેમના લગ્નની વર્ષગાંઠની તૈયારી કરતા જોવા મળે છે. મિહિર સ્મૃતિને ભેટ તરીકે એક કાર આપે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button