Happy Birthday: ટૉપલેસ ફોટોશૂટથી સન્યાસ સુધી, ફિલ્મો થોડી ને વિવાદો ઝાઝા | મુંબઈ સમાચાર

Happy Birthday: ટૉપલેસ ફોટોશૂટથી સન્યાસ સુધી, ફિલ્મો થોડી ને વિવાદો ઝાઝા

બોલીવૂડમાં ઘણી અભિનેત્રીઓએ સેન્સેશન્સ ફેલાવ્યા છે. શર્મિલા ટાગોરની બિકનીથી માંડી ઊર્ફી જાવેદનું ડ્રેસિંગ ચર્ચાઓમાં રહ્યું છે. આજે એવી જ એક અભિનેત્રીનો બર્થ ડે છે જેણે સેન્સેશન્સ ફેલાવવામાં, વિવાદોમાં આવવામાં ઘણી અભિનેત્રીઓને પાછળ મૂકી દીધી છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભમેળામાં તેણે સન્યાસ લીધાની જાહેરાત કરી ફરી વિવાદો જગાવ્યા છે. જી હા, તમે બરાબર સમજ્યા છો. આજે મમતા કુલકર્ણીનો જન્મદિવસ છે.

20મી એપ્રિલ 1972માં મુંબઈમાં જ જન્મેલી મમતાએ 20 વર્ષની ઉંમરે 1992માં તિરંગા ફિલ્મથી ફિલ્મજગતમાં એન્ટ્રી કરી. ત્યારબાદ ક્રાંતિવીર, સબ સે બડા ખિલાડી, આશિક, આવારા, કરણ અર્જુન જેવી હીટ ફિલ્મો આપી. મમતા તે સમયે નિર્માતાઓની હોટ ફેવરીટ હીરોઈન હતી અને આ બોલ્ડ અને બ્યુટીફુલ એક્ટ્રેસને સાઈન કરવાની ઘણા ઈચ્છા ધરાવતા.
જોકે ઈન્ડસ્ટ્રીમાં આવ્યાના થોડા સમયમાં જ મમતાએ ટાઈમ્સ મેગેઝીનના કવર પેજ માટે ટૉપલેસ શૂટ કરાવ્યું હતું. આ હરકત 1990ના સમયમાં તેને ભારે મોંઘી પડી. તેનાં વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને જીવ લેવાની પણ ધમકીઓ મળી હતી. ત્યારબાદ અન્ડવર્લ્ડ ડોન છોટા રાજન સાથેના તેનાં સંબંધો ચર્ચામાં રહ્યા.

રાજનની દાદાગીરીને લીધે અમુક નિર્માતાઓ પણ નારાજ થયા. જોકે રાજન સાથેના સંબંધોનો એકરાર મમતાએ ન કર્યો પણ કુખ્યાત ડ્રગ્સ માફિયા વિક્કી ગૌસ્વામી સાથે 2000માં લગ્ન કરી Mamtaએ સૌને ચોંકાવી દીધા હતા. 2016માં મમતા અને વિકી તસ્કરીના ગુનમાં કેન્યા એરપોર્ટથી પકડાયા અને જેલમાં ગયા. મમતાએ 2014માં ઓટોબાયોગ્રાફી ઑફ યોગિની નામની બુક લખી.

આ પણ વાંચો: Mukesh Ambaniનો જન્મ ભારતમાં નહીં પણ આ દેશમાં થયો હતો

જાન્યુઆરીમાં યોજાયેલા કુંભમેળામાં તેણે સન્યાસ લીધો હોવાની જાહેરાત કરી અને પોતે કિન્નર અખાડાની મહામંડળેશ્વર બની ગયાની જાહેરાત કરી નાખી હતી. જોકે આ મામલો પણ વિવાદોમાં જ રહ્યો. આમ મમતાએ ફિલ્મો ઓછી કરી અને વિવાદોમાં વ ધારે રહી. હવે તે ખરેખર સન્યાસી જીવન જીવે છે કે ફરી સંસારમાં આવશે તે મમતા જ જાણે, પણ આજે તેનાં જન્મદિવસે તેને શુભકામના આપી દઈએ.

સંબંધિત લેખો

Back to top button