મમતા કુલકર્ણીએ 25 વર્ષે ભારત આવ્યા બાદ કુંભમેળા વિશે શું કહ્યું
તાજેતરમાં જ શાહરૂખ-સલમાનની ફિલ્મ કરણ-અર્જુન રિ-રિલિઝ થઈ અને લોકોએ ફરી તેને થિયેટરમાં જઈને જોઈ પણ ખરા. આ ફિલ્મથી લાઈમલાઈટમાં આવેલી એક સમયની હૉટ હીરોઈન મમતા કુલકર્ણી હાલમાં ફરી ચર્ચામાં છે. જોકે મમતા પોતાના ફિલ્મી કરિયર કરતા પર્સનલ લાઈફ માટે વારંવાર ચર્ચામાં આવી છે.
રૂ. 2000 કરોડના ડ્રગ્સના કેસમાં 2016માં થાણેમાં તેનાં વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી અને તાજેતરમાં જ બોમ્બે હાઈકોર્ટે તેની સામેની આ એફઆઈઆર રદ કરતો ચુકાદો આપ્યો છે. દરમિયાન મમતા વિદેશમાં જ વસી હતી અને તેણે સન્યાસ લીધા હોવાના અહેવાલો પણ હતા. તેણે ભગવો પહેર્યો હોય તેવા ફોટા વાયરલ થયા હતા. જોકે હવે 25 વર્ષ બાદ મમતા ભારત પાછી ફરી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ભારત પાછા ફરવાની ખુશી વ્યક્ત કરી હતી ત્યારે હવે તેણે ઉત્તર પ્રદેશમાં યોજાનારા કુંભમેળા વિશે પણ પોસ્ટ કરી છે.
Also read: ન શાહરૂખ, ન દીપિકા, ન આલિયા, આ છે 2024ની મોસ્ટ પોપ્યુલર હીરોઈન
મમતાએ લખ્યું છે કે 12 વર્ષ પહેલા તે કુંભના મેળામાં ગઈ હતી અને 12 વર્ષ બાદ તે ફરી ભારતની ધરતી પર આવી છે ત્યારે તે આગામી કુંભમેળામાં જશે. મમતાએ તિરંગા ફિલ્મની કરિયરની શરૂઆત કરી હતી. સુંદર અભિનેત્રીઓમાંની એક એવી મમતાએ ઘણા ગરમાગરમ સિન્સ આપ્યા હતા. જોકે ફિલ્મોમાં તે ખાસ કઈ સિદ્ધ કરી શકી ન હતી.