સોશિયલ મીડિયા પર મલ્લિકાનો જલવો: 48 વર્ષે પણ બિકિનીમાં દેખાય છે સુપર ફિટ!

મર્ડર ફિલ્મથી જાણીતી બનેલી સુપર હોટ અભિનેત્રી મલ્લિકા શેરાવતે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. એટલે મલ્લિકાનો સોશિયલ મીડિયા પર ફરી ચર્ચાનું કારણ બની છે, જેનું કારણ તેનો વીડિયો છે. મલ્લિકા ભલે ફિલ્મોમાં બહુ ઓછું કામ કરે છે, પરંતુ અત્યારે પણ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. 48 વર્ષની ઉંમરે પણ મલ્લિકા શેરાવત એકદમ ફીટ એન્ડ ફાઈન જોવા મળે છે. તાજેતરમાં મલ્લિકાએ બિકિનીમાં વીડિયો સૂટ કરાવીને લોકોનું દિલ જીતી લીધું છે.
મલ્લિકા શેરાવતે તાજેતરમાં એક સીઝલિંગ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો મલ્લિકા શેરાવત બિકિનીમાં જોવા મળે છે. એકદમ ફીટ લાગતી મલ્લિકા શેરાવતના બિકિનીના વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, જ્યારે લાખો લોકોની લાઈક સાથે હજારો લોકો તેના પર કમેન્ટ કર્યા વિના રહી શક્યા નથી.
આ પણ વાંચો: 48 વર્ષીય મલ્લિકા શેરાવત કઈ રીતે રહે છે આટલી ફિટ? નેચરલ એનર્જી માટે કઈ ડ્રિંક લે છે…
લોકોને જાણે ફીટનેસનો મંત્ર આપી રહી હોય એમ મલ્લિકા શેરાવતે વીડિયો કેપ્શન લખી છે ટોન્ડ્સ સ્ટ્રોન્ગ એન્ડ ફીટ. બાઉથરુમમાંથી બહાર નીકળતી મલ્લિકાના કર્વી ફિગર કેમેરા સામે ફ્લોન્ટ કરે છે. વીડિયોમાં બ્લેક બ્રા સાથે શોર્ટસમાં જોવા મળતી મલ્લિકાના વીડિયોનો અંદાજ લોકો જોતા રહે છે. ઈન્ટરનેટ વાઈરલ થયા પછી અનેક લોકો તેના વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે તો લખ્યું હતું કે યુ આર ફાયર તો બીજાએ લખ્યું હતું કે નંબર વન એક્ટ્રેસ.
આ પણ વાંચો: મલ્લિકા શેરાવતે પોતાના બ્રેકઅપની વાત કરીને કહી મોટી વાત…
મલ્લિકા શેરાવતના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે રાજકુમાર રાવની ફિલ્મ વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયોમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગની પણ લોકોએ નોંધ લીધી હતી. અગાઉ અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલી મલ્લિકા શેરાવતને સૌથી વધારે લોકો મર્ડર ફિલ્મથી વધુ ઓળખતા થયા હતા. મર્ડર ફિલ્મમાં મલ્લિકા શેરાવતે ઈમરાન હાશમી સાથે કામ કર્યું હતું.