અર્જુન કપૂર બાદ હવે મલાઈકા અરોરાએ પણ રિલેશનશિપ સ્ટેટસ જણાવ્યું
એક્ટર અર્જુન કપૂર બાદ હવે એક્ટ્રેસ મલાઈકા અરોરાએ પણ પોતાના રિલેશનશિપ સ્ટેટસ ફેન્સને જણાવ્યું છે, જે જાણ્યા પછી ફેન્સને વિશ્વાસ નહીં થાય.
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેના સિઝલિંગ ફોટોઝ શેર કરતી હોય છે, અને ક્યારેક તેના જીવનની ફિલોસોફી શેર કરતી હોય છે.
તે તેના ફેન્સ સાથે તેના જીવન સાથે જોડાયેલા ઘણા અપડેટ્સ શેર કરતી રહે છે અને ફેન્સ પણ મોટી સંખ્યામાં તેની પોસ્ટ પર પ્રતિભાવો આપતા હોય છે. આ વખતે પણ અભિનેત્રીએ એવું જ કંઇક કર્યું છે, પણ તેણે સીધો જવાબ નહીં આપતા કોયડામાં વાત કરી છે. આવો આપણે એના વિશે જાણીએ.
ટૂંક સમય પહેલા અર્જુન કપૂરે એક પોસ્ટ શેર કરીને તેના અને મલાઇકા વચ્ચેના સંબંધોનો ખુલાસો કર્યો હતો. અર્જુન કપૂરે એક ઈવેન્ટમાં કહ્યું હતું કે હવે તે સિંગલ છે. વેલ, લોકો ઘણા સમયથી એવી અટકળો લગાવી જ રહ્યા હતા કે બંને વચ્ચે બધું બરાબર નથી, તેથી લોકોને ખાસ ઝટકો નહોતો લાગ્યો, પણ લોકો જાણવા માંગતા હતા કે મલાઈકા અરોરાનું રિલેશનશિપ સ્ટેટસ શું છે.
શું તે રિલેશનશિપમાં છે કે પછી તે પણ સિંગલ છે? આમ પણ મલાઇકાના મિસ્ટ્રી મેન સાથેના ફોટા વાયરલ થતા જ રહેતા હોય છે, એટલે લોકોને એ સિંગલ હોય એ વાત પર બહુ વિશ્વાસ નહોતો થતો. હવે અભિનેત્રીએ પોતે એક ક્રિપ્ટિક પોસ્ટ દ્વારા ચાહકોના આ સવાલનો જવાબ આપ્યો છે.
મલાઇકા છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર સતત રહસ્યમય પોસ્ટ કરી રહી છે, જે ઝડપથી વાયરલ પણ થઈ રહી છે. હજી પણ તેનું અંગત જીવન ચર્ચામાં છે. જ્યારથી અર્જુન કપૂરે ‘સિંઘમ અગેન’ના કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે તે સિંગલ છે ત્યારથી, બધાની નજર મલાઈકા અરોરા પર અટકી ગઈ છે કે તે આ વિશે શું કહે છે.
જોકે, તેણે આ મુદ્દે ક્યારેય ખુલીને વાત કરી નથી અને ચુપકીદી જ સેવી છે, પણ મલાઇકા હંમેશા સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરે છે, જે અર્જુન માટે જ કરવામાં આવી હોય એમ લોકોને લાગે છે. અત્યારે પણ કંઈક આવું જ બન્યું છે.
Also Read – એ આર રહેમાનના બચાવમાં ઉતરી એક્સ વાઇફ સાયરા
મલાઈકાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે જેમાં એણે લખ્યું છે કે હવે મારું સ્ટેટસ શું છે. આ પછી નીચે ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા છે. પ્રથમમાં ‘એક સંબંધમાં’, બીજામાં ‘સિંગલ’ અને છેલ્લામાં ‘હેહેહે’ લખેલું છે. આવી સ્થિતિમાં અભિનેત્રીએ ‘હેહેહે’ પર ટિક કરી છે.
જોકે, આ પહેલી વાર નથી કે મલાઇકાએ આવી ક્રિપ્ટિક પોસ્ટ કરી હોય. આ પહેલા પણ મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પર આવી ઘણી ઘણી ક્રિપ્ટિક પોસ્ટ કરી છે. અગાઉ તેણે એક પોસ્ટ કરી હતી જેમાં તેણે ખુશીના રહસ્ય વિશે ફિલોસોફિકલ અંદાજમાં વાત કરી હતી.