મનોરંજન

‘માલિક’ ફિલ્મની કમાણીએ હોલીવૂડની ‘સુપરમેન’ને ટક્કર આપી: બે દિવસમાં કરી 9.14 કરોડની કમાણી

મુંબઈ: રાજકુમાર રાવની રાજનીતિક થ્રિલર ફિલ્મ માલિક શુક્રવારે રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરશે એવું ફિલ્મક્ષેત્રના નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે. ફિલ્મ બીજા દિવસે પોતાની સાથે રિલીઝ થયેલી સ્પર્ધક ફિલ્મોને પાછળ પાડી દીદી છે.

શનિવારે ફિલ્મે કરી 5.27 કરોડની કમાણી

ફિલ્મી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પુલકિત દ્વારા નિર્દેશિત રાજકુમાર રાવ અને અભિનેત્રી માનુષી છિલ્લર સ્ટારર ફિલ્મ ‘માલિક’ તેના રિલીઝના દિવસે 3.75 કરોડની કમાણી કરી હતી.

આપણ વાંચો: બોક્સ ઓફિસ પર જુરાસિક વર્લ્ડ રિબર્થની ધમાકેદાર શરૂઆત, મેટ્રો ઈન દિનો પર પડી ભારે

બીજા દિવસે એટલે કે શનિવારે 5.27 કરોડની કમાણી કરી હતી. આમ બે દિવસમાં કુલ 9.14 કરોડની કમાણી કરી છે. જે તેની સાથે રિલીઝ થયેલી બોલીવૂડની ફિલ્મની કમાણી કરતા અનેક ગણી વધારે છે.

શનિવારના વિકેન્ડના કારણે ફિલ્મ જોવા આવતા દર્શકોમાં વધારો જોવા મળ્યો છે. આ ફિલ્મમાં પ્રસોનજીત ચેટરજી, માનુષી છિલ્લર, સૌરભ સચદેવા, સૌરભ શુક્લા, અંશુમાન પુષ્કર,સ્વાનંદ કિરકિરે, રાજેન્દ્ર ગુપ્તા અને બલજિન્દર કૌરે પણ અભિનય કર્યો છે.

આપણ વાંચો: બોક્સ ઓફિસ પર સિતારે જમીન પર અને મેટ્રો ઈન દિનોની ધૂમ, જાણો ફિલ્મે કર્યું કેટલું કલેક્શન

હોલીવૂડની ફિલ્મોને પણ પાછળ પાડી

માલિક ફિલ્મની સાથોસાથ ગત શુક્રવારે શનાયા કપૂરની ડેબ્યુ ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખીયા’ પણ રિલીઝ થઈ છે. જેમાં શનાયા કપૂર સાથે વિક્રાંત મેસી પણ છે. જોકે, આ ફિલ્મ છેલ્લા બે દિવસમાં સારી 1 કરોડને પાર પણ પહોંચી શકી નથી.

શનિવારે આ ફિલ્મે માત્ર 49 લાખની કમાણી કરી હતી. જ્યારે શુક્રવારે આ ફિલ્મની કમાણી 30 કરોડ રૂપિયા હતી. તેથી છેલ્લા બે દિવસમાં આ ફિલ્મે માત્ર 79 લાખની કમાણી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ‘માલિક’ ફિલ્મ સાથે બોલીવૂડ સિવાય હોલીવૂડની ‘સુપરમેન’ અને ‘જુરાસિક વર્લ્ડ રિબર્થ’ પણ રિલીઝ થઈ છે. આ બંને ફિલ્મોએ છેલ્લા બે દિવસોમાં અનુક્રમે 9 કરોડ અને 7 કરોડની કમાણી કરી છે. આમ, ‘માલિક’ ફિલ્મની કમાણી હોલીવૂડની ફિલ્મોની કમાણી કરતા પણ વધી ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button