સાઉથની આ ફેમસ એક્ટ્રેસે કરી આત્મહત્યા…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ફરી એક વખ દુઃખદ સમાચાર સામે આવ્યા છે અને આ વખતે આ સમાચાર સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા છે. લોકપ્રિય મલયાલમ એક્ટ્રેસ અને મોડેલ રેન્જુશા મેનને થિરુવનંતપુરમ ખાતેના ભાડાના ઘરમાં આત્મહત્યા કરી લેતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સોંપો પડી ગયો હતો.
સોમવારે સવારે રેન્જુશા મેનને થિરુવનંતપુરમ ખાતે પંખામાં ગળા ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લાં કેટલાક સમયથી એક્ટ્રેસ પૈસાની તંગીનો સામનો કરી રહી હતી અને એવી અટકળો વ્યક્ત લગાવવામાં આવી રહી છે કે રેન્જુશા છેલ્લાં કેટલાક સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહી હતી અને એને કારણે કંટાળીને તેણે આત્મહત્યા કરી હતી.
મલયાલમ ફિલ્મોમાં અભિનય કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરનાર એક્ટ્રેસ રેન્જુશા ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો હતી. ફિલ્મો સિવાય તેણે ટીવી સિરીયલમાં પણ એક્ટિંગ કરતી જોવા મળી હતી.
છેલ્લે તે આનંદરમમાં લીડ રોલમાં જોવા મળી હતી. આ ઉપરાંત વરન ડોક્ટરાનુમાં પણ કોમેડી રોલ કરતી જોવા મળી હતી. સિરિયલો અને ફિલ્મોમાં એક્ટિંગ ઉપરાંત રેન્જૂશાએ સેલિબ્રિટી કૂકરી શો ‘સેલિબ્રિટી કિચન મેજિક’માં પણ કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લીધો હતો. તેણે ‘સિટી ઓફ ગોડ’ અને ‘મેરિકકુંડોરુ કુંજડુ’ જેવી ફિલ્મો પણ કરી હતી. રેન્જુશાના આત્મહત્યાને પગલે સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
રેન્જુશા અન્ય એક્ટ્રેસની જેમ જ સોશિયલ મીડિયા પર ખાસી એક્ટિવ હતી અને તે અવારનવાર પોતાના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહેતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં અનેક દિવસથી એન્ટરટેઈન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે, જે ખરેખર ખૂબ જ દુઃખદ છે.