અભિનેતા મોહનલાલે મોહી લીધાઃ દાદાસાહેબ ફાળકે એવોર્ડ સમયની સ્પીચ લોકો જોઈ રહ્યા છે વારંવાર

મોહનલાલ ભલે મલિયાલમ ફિલ્મોના અભિનેતા હોય, પરંતુ તેમનું કદ એટલું મોટું છે કે સમગ્ર સિનમાજગત તેમને માન સન્માનની નજરે જુએ છે. લગભગ 300 કરતા વધારે ફિલ્મોમાં કામ કરી ચૂકેલા મોહનલાલની ઘણી ફિલ્મો હિન્દી સિનેમાના ચાહકોએ પણ જોઈ છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા. આ સમારંભમાં બોલીવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાન અને રાની મુખરજી સહિતના ઘણા સિતારા હતા, પરંતુ મોહનલાલનો ઔરા જ કંઈક અલગ હતો. મોહનલાલ અભિનયને કેટલી હદે વરેલા છે તે તેમણે દાદાસાહેબ ફાળકે એવોર્ડ સ્વીકર્યા બાદ આપેલી સ્પીચ પરથી પણ સમજી શકાય. તેમની સ્પીચ વાયરલ થઈ છે અને લોકો તેને વારંવાર સાંભળી રહ્યા છે.
મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ, PM મોદીએ આપ્યા અભિનંદન
મોહનલાલે પોતાની સ્પીચમાં કહ્યું કે આ મંચ પર ઊભી મને ખૂબ જ ગર્વ અને સાથે કૃતજ્ઞતાનો અનુભવ થઈ રહ્યો છે. મને દાદાસાહેબ ફાળકે અવોર્ડ મળવો મારી માટે એક અવિશ્વનીય સન્માન સમાન છે. હું એ વાતનો પણ ગર્વ અનુભવું છું કે આ સન્માન પ્રાપ્ત કરનારો હું મલિયાલમ સિનેમાનો સૌથી ઓછી ઉંમરનો પ્રતિનિધિ છું અને રાજ્યનો બીજો વ્યક્તિ છું. આ વિશેષ ક્ષણ માત્ર મારી માટે જ નહીં, પરંતુ મલિયાલમ સિનેમા માટે છે.
ભારે ટ્રોલિંગ બાદ મોહનલાલે લીધો મોટો નિર્ણય! એએમએમએના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું
હું અવોર્ડને આપણી સિનેમાની પરંપરા, પડકારો સામે ઊભા રહેવાની તાકાત અને રચનાત્મકતાને અપર્ણ કરું છું. જ્યારે જાહેરાત કરવામાં આવી કે મને આ એવોર્ડ મળવાનો છે ત્યારે હુ અભિભૂત થઈ ગયો હતો. મને માત્ર અવોર્ડ મળવાની ખુશી ન હતી પણ આ પરંપરાની અવાજને આગળ લઈ જવાની જવાબદારી મળવાનો પણ આનંદ હતો. આ માત્ર ડ્રિમ કમ ટ્રુ અનુભવ નથી, પરંતુ તેના કરતા પણ ઘણો પવિત્ર અને મોટો અનુભવ છે. સિનેમા મારી આત્માના ધબકારા છે. અભિનેતાએ પોતાની વાત જય હિંદ સાથે પૂરી કરી હતી. તેમની સ્પીચ બાદ સમગ્ર હૉલમાં ઉપસ્થિત લોકોએ તેમને સ્ટેડિંગ ઓવેશન આપ્યું હતું.
મોહનલાલ પારંપારિક દક્ષિણ ભારતીય પરિધાનમાં આવ્યા હતા અને તેમની સાદગીએ સૌને મોહી લીધા હતા.