મુંબઈની લોકલ ટ્રેનમાં થઇ હતી છેડતી, ખુલાસો કરનારી અભિનેત્રી છે કોણ?

મુંબઈ: દેશની આર્થિક રાજધાનીમાં રોજના લાખો પ્રવાસીઓ ટ્રાવેલ કરે છે, જેમાં આશરે 40 ટકાથી વધુ મહિલાઓ મુસાફરી કરે છે. પણ અમુક ગુનાહિત કૃત્યો મહિલાઓની સુરક્ષાઓ મુદે ગંભીર સવાલો ઊભા કરે છે, જે પૈકી સાઉથની એક અભિનેત્રીએ લોકલ ટ્રેનમાં તેની સાથે છેડતીના બનાવની વાત કરીને ચોંકાવ્યા છે.
સાઉથની અભિનેત્રી માલવિકા પ્રભાસ સાથે તેની તેલુગુ ડેબ્યૂ ફિલ્મ ‘ધ રાજા સાબ’ ની રિલીઝ માટે તૈયારી કરી રહી છે. આ હોરર-કોમેડી ક્યારે રિલીઝ થશે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. આ દરમિયાન મહિલાઓની સુરક્ષા મુદ્દ સાઉથની અભિનેત્રી માલવિકા મોહનને એક શર્મનાક ઘટનાએ અંગે વાત કરી છે. અભિનેત્રીએ પોતાના કોલેજના સમય અંગે વાત કરી કે જ્યારે મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી હતી, ત્યારે અજાણ્યા વ્યક્તિએ તેને કિસ કરવા માટે કહ્યું હતું. અભિનેત્રીએ કહ્યું કે, અત્યારે પણ જાહેર સ્થાનો પર મહિલાઓ સુરક્ષિત નથી. એટલું જ નહીં પરંતુ અભિનેત્રીએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, જ્યારે તે લોકલ ટ્રેનમાં સફર કરતી હતી ત્યારે બનેલી ઘટનાને યાદ કરી હતી.

અત્યારે પણ જાહેર સ્થાનો પર મહિલાઓ સુરક્ષિત નથીઃ અભિનેત્રી
અભિનેત્રી માલવિકાએ કહ્યું, ‘અત્યારે લોકો મુંબઈ કે અન્ય કોઈપણ શહેરમાં સુરક્ષિત અનુભવે છે કારણ કે તેની પાસે પોતાની કાર અને ડ્રાઇવર છે, પરંતુ દરેક મહિલા સાથે આવું નથી. મુંબઈ મહિલાઓ માટે સલામત છે એવું જે પણ લોકો કહે છે, પરંતુ તે ધારણા ખોટી હોવાની વાત અભિનેત્રીએ કરી હતી. કહ્યું કે, આજે મારી પાસે મારી પોતાની કાર અને ડ્રાઈવર છે. તો જો કોઈ મને પૂછે કે શું મુંબઈ સુરક્ષિત છે, તો હું હા કહીશ. પણ બધા સુરક્ષિત નથી. અભિનેત્રીએ કહ્યું, ‘મને યાદ છે કે એક વાર હું અને મારા બે મિત્રો લોકલ ટ્રેનમાં પાછા આવી રહ્યા હતા, રાતના 9.30 વાગ્યા હતા અને અમે ફર્સ્ટ ક્લાસમાં હતા. ડબ્બો એકદમ ખાલી હતો જેમાં અમારા ત્રણેય સિવાય બીજું કોઈ નહોતું. અમે બારીની ગ્રીલ પાસે બેઠા હતા અને એક માણસ, અમને ત્રણ છોકરીઓને બેઠેલી જોતાંની સાથે જ અમારી ખૂબ નજીક આવ્યો અને કહ્યું હતું કે, તમે મને એક કિસ આપશો?’
શું મહિલાઓ ખરેખર સુરક્ષિત છે ખરા?
આ બાબતે વધારે વિગતો કરતા અભિનેત્રી માલવિકાએ કહ્યું કે, આ વખતે અમે ત્રણેય ડરી ગયા હતા. તે વખતે આવી સ્થિતિમાં શું જવાબ આપવો તેની પણ અમને જાણ નહોતી. અભિનેત્રીએ કહ્યું કે, આ તો માત્ર એક ઘટના હતી પરંતુ જાહેર સ્થાનો પર જતી દરેક મહિલા સાથે આવી ઘટનાઓ બની હશે. તેવી તે કેટલીય કહાણીઓ હશે. જો આ વાત વિચારવા લાયક પણ છે. કારણે કે, જે મહિલાઓ જાહેર બસ કે રેલ્વેમાં મુસાફરી કરે છે, તે મહિલાઓ ચોક્કસપણે સુરક્ષિત છે એવું તો ના જ કહી શકાય. કારણ કે, હમણાં બે દિવસ પહેલા જ સુરતથી રાજકોટ જતી બસમાં એક તરૂણી પર દુષ્કર્મની ધટના પ્રકાશમાં આવી હતી.
આપણ વાંચો : પૂર્વ-પશ્ચિમને જોડનારા કર્ણાક બ્રિજને વાહનોની અવરજવર માટે આ તારીખે ખુલ્લો મૂકી શકાય