મનોરંજન

મલાઈકા કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી, કોઈ કહેશે એકાવનની છે?

મલાઈકા અરોરા પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. મલાઈકાની ફેશન સેન્સ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. મલાઈકા અરોરા ઘણીવાર પોતાના લૂકથી છવાઈ જાય છે. ટ્રેડિશનલથી લઈને વેસ્ટર્ન દરેક આઉટફિટમાં તે સુંદર લાગે છે.

મલાઈકા આજે કેઝ્યુઅલ લૂકમાં જોવા મળી હતી. તેણે ડેનિમ સાથે સફેદ ટેન્ક ટોપ પહેર્યું હતું. તેણે ખુલ્લા વાળ અને શેડ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ તસવીરોમાં મલાઈકાના ચહેરા પર એક અલગ જ ગ્લો જોવા મળ્યો હતો, જ્યારે ચાહકોએ તેના ખૂબ વખાણ કર્યાં હતા.

આપણ વાંચો: બ્રેકઅપ પછી મલાઈકા અરોરા ‘પ્રેમ’ વિશે શું વિચારે છે? દિલની આખરી શું કરી વાત?

મલાઈકાને જોઈને કોઈ ના કહે કે તે એકાવન વર્ષની છે. તેની ફિટનેસના ચાહકો દિવાના છે. એક ચાહકે લખ્યું- આખા ઇન્ડસ્ટ્રીમાં સૌથી સ્ટાઇલિશ વ્યક્તિ. જ્યારે બીજાએ લખ્યું- કોઈ તેને જોઈને કહી શકે કે તે 51 વર્ષની હશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મલાઈકાS તાજેતરમાં એક ડાન્સ રિયાલિટી શોને જજ કરી રહી હતી. શોમાં મલાઈકાનો ડાન્સ વીડિયો પણ જોરદાર વાયરલ થયો હતો. અંગત જીવનની વાત કરીએ તો મલાઈકાએ અર્જુન કપૂર સાથે બ્રેકઅપ કરી લીધું છે. હાલ તે સિંગલ છે, પરંતુ દરેક જગ્યાએ જ્યારે મલાઈક જોવા મળે ત્યારે છવાઈ જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button