મનોરંજન

મલાઈકા અરોરા આ કોની સાથે ડિનર ડેટ પર પહોંચી? લૂક જોશો તો…

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા 51 વર્ષની છે, પણ પોતાની સુંદરતા અને ફિટનેસથી તે ફેન્સને આજે પણ ઘેલું લગાવે છે. મલાઈકાની સુંદરતા અને ફિગર જોઈને કોઈ પણ એ વાતનો અંદાજો લગાવી જ ના શકે કે તે 22 વર્ષના દીકરાની મા છે.

મલાઈકા અરોરા પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે. અર્જુન કપૂર સાથેના તેના બ્રેકઅપ બાદથી તો તે ખૂબ જ ચર્ચામાં રહે છે. હવે ફરી એક વખત મલાઈકાએ ડિનર ડેટ પર જઈને લાઈમલાઈટ લૂંટી લીધી હતી. પરંતુ સવાલ એ છે કે આખરે મલાઈકા કોની સાથે ડિનર ડેટ પર ગઈ હતી? તમે ખુદ જ જોઈ લો…

આપણ વાંચો: ફિટનેસ ક્વીન મલાઈકા અરોરાએ મલેશિયામાં ‘ફિટનેસની ઐસીતૈસી’ કેમ કરી?

મળતી માહિતી અનુસાર ગઈકાલે રાતે મલાઈકા અરોરા પોતાની બહેન અમૃતા અને દીકરા અરહાન સાથે ડિનર ડેટ પર ગઈ હતી. કહેવાની જરૂર ખરી કે હંમેશની જેમ જ મલાઈકા આ સમયે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આ સમયે મલાઈકા અરોરાએ ઓલ વ્હાઈટ લૂક કેરી કર્યો હતો અને 51 વર્ષેય તેણે પોતાના કર્વી ફિગરથી ફેન્સને ઘાયલ કરી દીધા હતા.

આપણ વાંચો: બોડી હગિંગ જંપસૂટમાં મલાઈકા અરોરાએ આ કોની સાથે લગાવ્યા ઠુમકા?

મલાઈકાએ ડિનર નાઈટ માટે વ્હાઈટ ક્રોપટોપ સાથે વ્હાઈટ ટ્રાઉઝર પેયરઅપ કર્યું હતું. આ સાથે તેણે વ્હાઈટ શૂઝ અને મેચિંગ હેન્ડબેગ કેરી કરીને પોતાનો સુંદર લૂક કમ્પલિટ કર્યો હતો. ગ્લોસી મેકઅપ બનવાળી હેરસ્ટાઈલમાં મલાઈકા અરોરા એકદમ બ્યુટીફૂલ અને હોટ બેબ લાગી રહી હતી.

પેપ્ઝે મલાઈકાની એક ઝલક જોતાં જ તેને કચકડે કંડારવાનું શરૂ કરી દીધું હતું. મલાઈકાએ પણ ખુશી-ખુશી પેપ્ઝને પોઝ આપીને ગ્રીટ કર્યા હતા. આ સમયે બહેન અમૃતા અને દીકરો અરહાન પણ જોવા મળ્યો હતો.

વાત કરીએ અમૃતા અરોરાના લૂકની તો અમૃતાએ ડિનર ડેટ માટે બેજ કલરનો જંપસૂટ પહેર્યો હતો જેની સાથે બ્રાઉન હેન્ડબેગ અને મેચિંગ ફૂટવેયર પહેક્યા હતા. ખુલ્લા વાળમાં અમૃતા પણ એકદમ સુંદર લાગી રહી હતી. જ્યારે અરહાને આ ડિનર ડેટ માટે ગ્રે ટીશર્ટ અને બ્લ્યુ ડેનિમ પહેર્યું હતું. અરહાન એકદમ હેન્ડસમ લાગી રહ્યું હતું.

મલાઈકાની બહેન અમૃતા અને અરહાને પણ પેપ્ઝને પોઝ આપ્યા હતા. સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાની આ સ્પેશિયલ ડિનર ડેટના ફોટો ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. તમે પણ આ વાઈરલ ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button