
ફેશન આઇકન અભિનેત્રી મલાઈકા અરોરા આ દિવસોમાં ડાન્સ રિયાલિટી શો ‘હિપ હોપ ઈન્ડિયા’ને જજ કરી રહી છે. તાજેતરમાં જ અભિનેત્રી શૂટિંગમાં ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી. જેની તસ્વીરો વાઈરલ થઇ છે. મલાઈકા અરોરાની આ તસવીરો મુંબઈના એક શૂટિંગ લોકેશનની છે. જ્યાં તે ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર રેમો ડિસોઝા સાથે જોવા મળી હતી.

બંને જણ જાણીતા ડાન્સ શો હિપ હોપ ઈન્ડિયાને જજ કરી રહ્યાં છે. સેટ પર જતા પહેલા બંનેએ પાપારાઝીને ઘણા બધા પોઝ આપ્યા હતા. આ દરમિયાન મલાઈકા અરોરા ખૂબ જ ગ્લેમરસ લૂકમાં જોવા મળી હતી.
અભિનેત્રીએ એનિમલ પ્રિન્ટનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. મલાઈકાએ પોતાનો સુંદર અવતાર સેટલ્ડ મેકઅપ, ખુલ્લા વાંકડિયા વાળ, હાઈ હીલ્સ અને કાનમાં ગોલ્ડન ઈયરિંગ્સ પહેરીને પૂર્ણ કર્યો હતો. અભિનેત્રીએ સેટ પર પોતાના ખુલ્લા વાળ લહેરાવતી વખતે ઘણા પોઝ આપ્યા હતા. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થઈ રહી છે.

મલાઈકાની આ તસવીરો જોઈને ફેન્સ તેના પરફેક્ટ ફિગરના વખાણ કરતા થાકતા નથી. દરેક જોનારા તેના દિવાના બની ગયા છે. અંગત જીવનની વાત કરીએ તો મલાઈકાએ થોડા મહિના પહેલા જ અભિનેતા અર્જુન કપૂર સાથે બ્રેકઅપ કર્યું હતું. બંને ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતા. પિતાના નિધન પછી પણ મલાઈકા તેની વ્યક્તિગત લાઈફથી લઈને ફેશન ટ્રેન્ડથી લોકોમાં વિશેષ જાણીતી બની છે.
આપણ વાંચો : Malaika Aroraએ કચરો ઉઠાવીને ડસ્ટબિનમાં ફેંક્યો, ટ્રોલ કરીને પૂછ્યા સવાલ?