દીકરાના શો પર Arbaaz Khan માટે આ શું બોલી ગઈ Malaika Arora?

મલાઈકા અરોરા (Malaika Arora) હાલમાં જ પોતાના દીકરા અરહાનના પોડકાસ્ટ દમ બિરયાની પર ખૂલીને વાતોકરતાં જોવા મળી હતી અને દરમિયાન તેણે અનેક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા હતા. આ શો પર જ મલાઈકાએ અને અરબાઝ ખાને એકબીજાની પોલ તો ખોલી જ છે પણ Arbaaz Khanનું નામ પણ આવ્યું હતું અને વાત-વાતમાં જ Malaika Aroraએ Arbaaz Khan માટે એવી વાત કહી દીધી હતી કે બધા જ ચોંકી ઉઠ્યા હતા. હવે અરબાઝ ખાને પણ આ અંગે ટિપ્પણી આપી છે.
વાત જાણે એમ છે કે આ શો પર મલાઈકા અરહાન ખાનને એવું કહી રહી હતી કે અમુક બાબતોમાં તું એકદમ તારા પપ્પા પર ગયો છે. તારા એક્સપ્રેશન, અટ્રેક્ટિવ નેચર, દરેક મુદ્દા પર પોતાની નિષ્પક્ષ ઓપિનિયન આપવું. પણ અમુક એવી વાતો છે કે જે મને બિલકુલ પસંદ નથી જેમ કે તું ઘણી વાતોને લઈને તારા પિતાની જેમ જ કન્ફ્યુઝ રહે છે. એક્ઝામ્પલ તરીકે કયા કલરનો શર્ટ પહેરવો છે, શું ખાવું છે, સવારે કેટલાક વાગ્યે ઉઠવું છે વગેરે..
હવે આ મામલે અરબાઝ ખાને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને પ્રતિક્રિયા આપતા અરબાઝ ખાને જણાવ્યું હતું કે આ જે પણ પણ વાત થઈ છે એ એક મા-દીકરા વચ્ચે થઈ છે અને એમને પોતાના ઓપિનિયન આપવાનો પૂરેપૂરો અધિકાર છે. શક્ય છે કે એમને એવું લાગે છે કે હું ઘણી વાતોને લઈને કન્ફ્યુઝ છું…
આ જ ઈન્ટરવ્યૂમાં અરબાઝ ખાને આગળ જણાવ્યું હતું કે હું મારી ઘણી વાતો અને વસ્તુને લઈને ક્લિયર પણ છું. હું આ વસ્તુને ખૂબ જ સિરીયસલી નથખી લેવા માંગતો. એમને પોતાના વિચારો રજૂ કરવાનો હક છે. હું કોઈ વસ્તુ કે વાતને લઈને કલહ નથી કરવા માંગતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અરબાઝ અને મલાઈકા અરોરા જ્યારથી એકબીજાથી છુટા પડ્યા છે ત્યારથી તેઓ ક્યારેય એકબીજાને લઈને કોઈ પણ પ્રકારની ટિપ્પણી આપવાનું ટાળે છે. દીકરા અરહાન માટે બંને જણ એક સાથે આવીને કોઈ પણ નિર્ણય લે છે. અરબાઝ ખાને પોતાની મેકઅપ આર્ટિસ્ટ ગર્લફ્રેન્ડ શૂરા ખાન સાથે બીજા લગ્ન કરી લીધા છે જ્યારે મલાઈકા અને અર્જુન કપૂરની ડેટિંગની વાતો અવારનવાર પેજથ્રી પર છપાતી હોય છે પણ બંને જણે લગ્નને લઈને હજી કોઈ પણ પ્રકારની જાહેરાત કરી નથી.