મનોરંજન

મલાઈકા અરોરાએ ડીપનેક અનારકલી સૂટમાં આપ્યા મનમોહક પોઝ, ચાહકો ખુશ

મુંબઈઃ હંમેશાં લાઈમલાઈટમાં રહેનારી મલાઈકા અરોરા તાજેતરમાં એક નવા અંદાજ સાથેના ફોટોશૂટને લઈ ચર્ચામાં છે. અનારકલી ડિસ્કો ચલી ગીત કોઈ પણ પાર્ટીમાં ધૂમ મચાવે છે.

આ ગીતમાં મલાઈકા અરોરાના લટકા-મટકા તો ચાહકોને ગમ્યા જ હતાં પણ સાથે તેના અનારકલી ડ્રેસનો જાદુ પણ છવાઈ ગયો હતો. હવે ઈદના તહેવારે અનારકલી ડ્રેસમાં મલાઈકાએ પોતાની તસવીરો શેર કરીને ચાહકોને ખુશ કરી નાખ્યા હતા.

મલાઈકા અરોરાને બોલીવુડની દિવા કહેવામાં આવે છે. વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, અભિનેત્રી દરેક લૂકમાં અદભૂત દેખાય છે. ઈદ પહેલા અભિનેત્રીએ સફેદ અનારલી સૂટમાં પોતાની કેટલીક મનમોહક તસવીરો શેર કરી હતી.

જે ઝડપથી વાયરલ થઈ રહી છે. મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. જેમાં તે કેમેરા માટે અલગ-અલગ પોઝ આપી રહી છે.

આપણ વાંચો: બ્રેકઅપ પછી મલાઈકા અરોરા ‘પ્રેમ’ વિશે શું વિચારે છે? દિલની આખરી શું કરી વાત?

આ લેટેસ્ટ તસવીરોમાં મલાઈકા સફેદ રંગના ડીપનેક અનારકલી સૂટમાં જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. મલાઈકાએ ગ્લોસી મેકઅપ અને કપાળ પર બિંદી સાથે પોતાનો સુંદર અવતાર પૂર્ણ કર્યો છે. જેના પર ચાહકોની નજર જડાઈ ગઈ છે. આ વખતે મલાઈકાએ પોતાના વાળને ખુલ્લા રાખવાને બદલે ચોટલો વાળ્યો છે. તેના પર તેણે મોતીની માળા વડે શણગાર કર્યો છે.

મલાઈકાનો સફેદ ચોકર નેકલેસ તેના લુકમાં ચાર ચાંદ લાગવતો હતો. તેની દરેક તસ્વીર તેના ચાહકોનું દિલ ચોરી રહી છે. અભિનેત્રીના આ ફોટાને ચાહકો એટલો પસંદ કરી રહ્યા છે કે થોડી જ વારમાં તેના પર હજારો લાઈક્સ અને કમેન્ટ આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા આ દિવસોમાં એક ડાન્સ રિયાલિટી શોને જજ કરી રહી છે. જ્યાં તે દરરોજ પોતાના લુક્સથી લાઈમલાઈટમાં રહેતી જોવા મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button