Arjun-Malaika break up: ગઈકાલે રાત્રે એવું તે શું બન્યું કે આ કપલના બ્રેક અપની વાત સાચી લાગવા માંડે
![Malaika Arora skip Arjun Kapoor birthday bash](/wp-content/uploads/2024/06/Arjun-Kapoor-Malaika-Arora.webp)
બોલીવૂડમાં આજકાલ સિતારાઓ પોતાના સ્ટેટ્સ અપડેટ કરતા રહે છે. પોતે સિંગલ છે, ડબલ છે, પરણવાના છે, છૂટા પડવાના છે જેવું તેમના સોશિયલ મીડિયા અપડેટ પરથી જાણવા મળી જતું હોય છે.
થોડા સમય પહેલા હોટ એન્ડ બ્યુટીફુલ મલાઈકા અરોરા અને તેના બૉયફેન્ડ્ર અર્જુન કપૂરના બ્રેક અપની વાતો ભારે વાયરલ થઈ હતી. લોકો એક યા બીજી ઘટનાને જોડી બન્ને વચ્ચે ખટરાગ હોવાનું કહી રહ્યા હતા.
જોકે ફરી તેમણે પોતાનું સ્ટેટસ અપડેટ કરી સાથે હોવાનું કહ્યું, પણ ગઈકાલે રાત્રે એવું કંઈક બન્યું કે હવે તેમના ફેન્સ તેમના બ્રેક-અપની અટકળોને સાચી માનવામાં માંડ્યા છે.
બોની કપૂરના પુત્ર અને અભિનેતા અર્જુન કપૂરનો આજે 39મો જન્મદિવસ છે. ગઈકાલે એક પ્રિ-બર્થ ડે બેશ પાર્ટી તેણે અરેન્જ કરી હતી.
બહેન જ્હાનવી કપૂરથી માંડી વરૂણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સહિના મિત્રો અને પરિવારના સભ્યો હતા, પણ ભઈ અર્જુનના દિલની મલ્લિકા એવી મલાઈકા જ પાર્ટીમાં ન હતી.
હવે બૉયફ્રેન્ડ બર્થ ડે જેવો સ્પશિયલ ડે અને તેમાં પણ પાછી પાર્ટી થ્રો કરવામાં આવી હોય અને જો મલાઈકા ન આવે તો બધાને નવાઈ લાગવાની અને પછી તો જેટલા મોઢા તેટલી વાતો.
કહેવાય છે કે મલાઈકા ભારતમાં નથી, પણ સેલિબ્રેટી માટે આ કોઈ મોટું કારણ નથી, પોતાના સ્પેશિયલ પર્સન માટે તેઓ એક દેશથી બીજા દેશ ગમે ત્યારે ઊડી શકતા હોય છે.
વળી મલાઈકાએ એકાદ કલાક પહેલા પોતાનું સ્ટેટ્સ પણ કંઈક રહસ્ય જગાડે તેવું રાખ્યું છે. તેમે લખ્યું છે કે મને એવા લોકો ગમે છે તેમનો હું બંધ આંખે અને પીઠ પાછળ કરી પણ વિશ્વાસ કરી શકું.
સલમાન ખાનની ભાભી અને અરબાઝ ખાનની વાઈફ મલાઈકા અને અર્જુને 2019માં પોતાની રિલેશનશિપ જાહેર કરી હતી.
ત્યારે હવે તેમની રિલેશનશિપનું સ્ટેટ્સ શું છે, તે તો તેમને જ ખબર.
આપણે તો અર્જુનને વિશ કરી દઈએ…Happy birthday
Also Read –