અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ આ કોની સાથે ઝુમતી જોવા મળી મલાઇકા
એમ લાગે છે કે મલાઇકા અરોરાના અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ કેટલાક દિવસમાં જ નવો બોય ફ્રેન્ડ મળી ગયો છે અને એ તેની સાથે બધે ફરતી જોવા મળે છે. હવે તમે વિચારતા હશો કે કોણ છે આ મિસ્ટ્રી મેન એટલે કે મલાઇકાનો રૂમર્ડ બોય ફ્રેન્ડ તો જાણી લો કે મલાઇકાનો નવો પ્રેમ રાહુલ વિજય છે. મલાઇકા હાલમાં જ રાહુલ વિજય સાથે એપી ધિલ્લોનના કોન્સર્ટમાં જોવા મળી હતી. બંનેની તસવીરો વાયરલ થઈ રહી છે.
આજકાલ મલાઇકા અરોરા ફેશન સ્ટાઈલિશ રાહુલ વિજયને ડેટ કરી રહી છે, એવી અફવા ફેલાઇ છે. અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ મલાઇકા તેનો સાથ માણી રહી છે. ગયા અઠવાડિયે મલાઇકા તેની સાથે ડિનર ડેટ પર પણ ગઇ હતી. ગઇ કાલે એટલે કે શનિવારે રાત્રે તે રાહુલ વિજય સાથે એપી ધિલ્લોનના કોન્સર્ટમાં સ્પોટ થઇ હતી. બંને જણ એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા હતા. મલાઇકાએ એની સાથે સ્ટેજ પણ શેર કર્યું હતું. મલાઇકાએ તેની સાથે સેલ્ફી લઇેન સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. મલાઈકાએ ‘With You’ ગીત સાથેનો ફોટો શેર કર્યો હતો. ફેશન સ્ટાઈલિશ રાહુલે પણ કોન્સર્ટમાંથી મલાઈકા સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો અને ફોટાને કેપ્શન આપ્યું હતું કે, ‘શું આ મલાઇકાનો કોન્સર્ટ હતો?’
આ પણ વાંચો : મલાઇકા અરોરા બાદ અર્જુન કપૂરની લાઇફમાં થયું નવી પ્રેમિકાનું આગમન, તમે પણ જોઇ લો….
મલાઇકા અરોરા અવારનવાર સોશિયલ મીડિયા પર સ્ટોરી, ફોટા મૂકીને તેના ફેન્સને અપડેટ આપતી રહેતી હોય છે. અર્જુન કપૂરે સિંઘમ અગેઈન પ્રમોશનલ ઈવેન્ટમાં તેમના બ્રેકઅપની પુષ્ટિ કરી હતી. ત્યાર બાદ મલાઇકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ થઇ ગઇ છે અને તે ક્રિપ્ટીક પોસ્ટ કરીને લોકોનું મનોરંજન કરી રહી છે.