મનોરંજન

કોઇ પછતાવો નથી.. અર્જુન કપૂર સાથે બ્રેક અપ બાદ મલાઇકાએ કહી દીધી એવી વાત કે…

મલાઇકા અરોરા તેની ગ્રેટ ફેશન સેન્સ, સુંદરતા અને આકર્ષક વ્યક્તિત્વ માટે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. એ ઉપરાંત તે તેના અંગત સંબંધોને કારણે પણ ચર્ચાતી હોયછે. હાલમાં જ તેના પિતાનું અવસાન થયું હતું, જેને કારણે તે ઘણા મુશ્કેલ તબક્કામાંથી પસાર થઇ રહી છે. હાલમાં જ તેણે એમ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે લીધેલા નિર્ણયો વિશે એવું કંઇક કહ્યું હતું કે લોકોને લાગ્યું હતું કે મલાઇકાનો ઇશારો અર્જુન કપૂર તરફ હતો.

આ પણ વાંચો : મલાઇકા અરોરા બાદ અર્જુન કપૂરની લાઇફમાં થયું નવી પ્રેમિકાનું આગમન, તમે પણ જોઇ લો….

મલાઇકાના પિતાના અવસાન પ્રસંગે તેનો પૂર્વ પતિ અરબાઝ ખાન અને એક્સ બોયફ્રેન્ડ અર્જુન કપૂર બંને તેને દિલાસો આપવા પહોંચ્યા હતા. અર્જુન કપૂર મલાઇકા અરોરા તેના અંગત જીવન માટે ઘણી વાર ચર્ચામાં આવી છે. અરબાઝ ખાન સાથે 19 વર્ષના લગ્ન જીવનનો અંત લાવીને મલાઇકા તેનાથી 10 વર્ષ નાના અર્જુન કપૂરના પ્રેમમાં પડી. પરંતુ આ વર્ષે તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા. જોકે અર્જુન અને મલાઈકાએ ક્યારેય તેમના અલગ થવાની વાત કરી નથી. બંને સાથે વિદેશમાં ટૂર પર પણ ગયા. હવે ઘણા સમય બાદ છૈયા છૈયા ગર્લ મલાઇકાએ એક ઇન્ટરવ્યુમાં તેણે લીધેલા નિર્ણયો વિશે વાત કરી છે.

આ પણ વાંચો : કેમ ટ્રોલ થઇ રહ્યો છે મલાઇકા અરોરાનો એક્સ પતિ….

તાજેતરમાં એક ઇન્ટવ્યુમાં મલાઇકાએ જણાવ્યું હતું કે, ‘હું માનું છું કે મેં વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે જે પણ પસંદગી કરી છે, તેણે મારા જીવનને આકાર આપ્યો છે અને તેની પાછળ એક કારણ છે. હું કોઈ અફસોસ વિના જીવું છું અને હું ભાગ્યશાળી માનું છું કે વસ્તુઓ જે રીતે હોવી જોઇએ તે રીતે જ થઇ છે.

નોંધનીય છે કે મલાઇકા અને અર્જુન ઘણી વાર સાથે જોવા મળતા હતા. તેઓ સાથે વેકેશન પણ પ્લાન કરતા હતા, પણ પછી જ્યારે અર્જુન કપૂરનો બર્થ ડે આવ્યો ત્યારે બોલિવૂડના અનેક સ્ટાર્સ અર્જુનની પાર્ટીમાં આવ્યા હતા, પણ તેની લેડી લવ મલાઇકા જ ગાયબ હતી. ત્યાર બાદ અંબાણીના મેરેજમાં પણ અર્જુન કપૂર એકલો જ જોવા મળ્યો હતો. બસ ત્યારથી મલાઇકા-અર્જુનના બ્રેકઅપની અફવાએ જોર પકડ્યું હતું,પણ બંનેએ આ મુદ્દે ભેદી મૌન સેવી રાખ્યું હતું. બંન જણ સોશિયલ મીડિયા પર ક્રિપ્ટીક પોસ્ટ કરીને તેમના દિલના દુખડા જણાવ્યા કરતા હતા. એવામાં મલાઇકા તો વિદેશમાં કોઇ અન્ય યુવક સાથે રજા માણતી પણ જોવા મળી હતી. હવે મલાઇકાએ એક મીડિયા હાઉસને ઇન્ટરવ્યુ આપી તેના બ્રેક અપના સંકેત આપી દીધા છે, એમ લોકોનું માનવું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button