મનોરંજન

તો શું તૂટી ગયો મલાઇકા-અર્જુનનો સંબંધ!

મલાઇકા અરોરા અને અર્જુન કપુર બોલિવૂડના પાવર કપલ્સમાંથી એક છે. બંને તેમના સંબંધો પ્રત્યે ડેડિકેટેડ હોય એવું જોવા મળે છે. બંને અનેક ફંક્શનોમાં સાથે હાજરી આપતા હોય છે, સાથએ પાર્ટી કરતા હોય છે, સાથે વેકેશન પર જતા હોય છે. જોકે, કેટલાક સમય પહેલા આ પાવર કપલના બ્રેક-અપની ખબર આવી હતી. એ સમયે એવી પણ વાતો આવી હતી કે અર્જુન કપુર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કુશા કપીલાને ડેટ કરી રહ્યો છે.

આ ખબરો પર પ્રતિક્રિયા આપતા એ સમયેકુશા કપિલાએ કહ્યું હતું કે તે અર્જુન કપુરને ડેટ નથી કરી રહી અને તે તેની સાથે સંબંધમાં નથી. ત્યાર બાદ મલાઇકા અરોરા અને અર્જુન કપુર સાથે પણ જોવા મળ્યા હતા. બંનેએ પાપારાઝીઓને સાથે પોઝ પણ આપ્યા હતા અને એ પણ ઇશારામાં જ જણાવી દીધું હતું કે બંને હજી પણ સાથે જ છે. બેઉ અલગ નથી નથી થયા.

મલાઇકા અરોરા અને અર્જુન કપુરના બ્રેક-અપની અફવા કેવી રીતે ઉડી એ અંગે તો કોઇ જાણકારી નથી, પણ એક જાણીતા મીડિયા હાઉસે બંનેના બ્રેક-અપના સમાચાર આપ્યા હતા.


મળતી માહિતી મુજબ મલાઇકા અને અર્જુન એકબીજાને લોયલ છે, પણ કેટલાક સમય પહેલા બંનેમાંથી એકજણ તેમના સંબંધને નામ આપવા માગતું હતું અને લગ્ન કરવા માગતું હતું, પણ બીજો પાર્ટનર લગ્ન માટે તૈયાર નહોતો.
લગ્ન નહીં કરવાને કારણે બંનેએ બે મહિના પહેલા તેમના સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાનું નક્કી કર્યું હતું. બ્રેક-અપના સમાચાર પર મલાઇકા અને અર્જુન બેઉમાંથી કોઇએ પ્રતિક્રિયા આપી નહોતી., પણ હા એ વાત સાચી છે કે આ વર્ષે ક્રિસમસ અને નવા વર્ષની પાર્ટીમાં આ લવ બર્ડ સાથે નહોતા. થોડા સમય પહેલા જ ઝલક દિખલા જા કાર્યક્રમના મંચ પર મલાઇકા અરોરાએ એવું એલાન કર્યું હતું કે તે બીજા લગ્ન માટે તૈયાર છે. હવે ખરેખર મલાઇકા અને અર્જુન સાથે છે કે અલગ થઇ ગયા છે એ તો તેઓ જ જણાવી શકે.


જોકે, આ પહેલી વાર નથી જ્યારે મલાઇકા અને અર્જુનના બ્રેક-અપની અફવા ઊડી હોય. આ પહેલા પણ તેમના બ્રેક-અપના સમાચાર આવતા રહેતા હતા. મલાઇકા અને અર્જુન જ નહીં, કોઇ પણ પાવર કપલ જ્યારે રિલેશનશીપમાં હોય ત્યારે તેમના બ્રેક-અપ્સના, લિંક્સના સમાચાર આવતા જ હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button